અંબાલાલ પટેલની આગાહી, ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે

ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (15:48 IST)
Weather news-  હવામાન વિભાગે લાંબા ગાળાનુ પૂર્વાનુમાનમાં પહેલા જ જાહેર કર્યુ હતુ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાનો છે.  જોકે કેટલાક હવામાન નિષ્ણાંતોએ 25 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 
 
ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાનની આગાહી છે. અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટિની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
 
ગુજરાતમાં 24થી 26 ઓગસ્ટ મહદઅંશે વરસાદી ઝાંપટા પડશે. જ્યારે 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકશે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર