આ મામલે મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે (મંગળવાર) ખોખરા અનુપમ બ્રિજ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ડમ્પર ચાલકે 8 વાહનો અડફેટે લીધા જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા.આ અકસ્માતમાં ડમ્પર ચાલક નશાની હાલતમાં ડમ્પર હંકાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડમ્પરની અડફેટમાં દિપક ખટિક અને તેના મિત્ર કમલેશ ખટિક આવી જતાં દિપક ખટિકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે કમલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ એક સ્થાનિક એક મહિલા બાળક સાથે બેઠી હતી. તેનું પણ ડમ્પર સાથે અથડાતા મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે, કે આ ઘટનામાં દિપક ખટિક, કમલેશ ખટિક અને તારા બહેન નામની મહિલાનું મોત નીપજ્યું હતું. આમ, કુલ ત્રણ લોકોને મોત આપનાર ચાલકની પોલીસે અટકાયત કરી દીધી છે.