અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે રોંગ સાઇડમાં આવેલી કારે ટક્કર મારતા બાઇકસવાર બેના મોત
બુધવાર, 29 જૂન 2022 (11:05 IST)
મંગળવારે મોડી રાત્રે કર્ણાવતી કલબની પાછળ રિંગરોડ જવાના રસ્તે એક જીપ ચાલકે બાઇકસવાર બે યુવાનોને ક્કર મારતા બંનેના મોત થયા હતા. જ્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા રિક્ષાચાલક અખબાર વિતરકનું મોત નીપજ્યું હતું. અન્ય એક અકસ્માતમાં બાઇક પર હોસ્પિટલ જતા ડોક્ટરને કારચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.
27 જૂને સવારે ડોક્ટર હિમાંશુ બુલેટ લઈને હોસ્પિટલ જવા નીકળી 8.45 વાગે કર્ણાવતી ક્લબ સામેના સર્વિસ રોડ પરના રિવેરા-11 ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે શેલ્બી હોસ્પિટલ બાજુથી પૂરઝડપે આવતા કારચાલકે ડો. હિમાંશુને પગના ભાગે કાર અથડાવતાં તેઓ ઊછળીને રોડ પર પટકાતાં ડાબા પગની ઘૂંટીના ભાગે તેમ જ શરીરના અન્ય ભાગે ઈજાઓ થતાં 108માં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે ડોક્ટર હિમાંશુ સોલંકીએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો અનુસાર, ઝવેરી ચાર રસ્તા પર એસપી રિંગરોડ જવાના રોડ પર મોડી રાત્રે રોંગ સાઇડે પૂરઝડપે આવી રહેલી જીપે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બંને યુવાનો ઇજા પામ્યા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની કોશિશ કરે તે પહેલાં જ સુરેશ ઠાકોર (22) અને સારંગ કોઠારી (21)ના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. જ્યારે જીપ ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગે એસજી વન ટ્રાફિક પોલીસે જીપ ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
વેજલપુરમાં રહેતા દિનેશ સરોજ (ઉં.28) સીએનજી રિક્ષામાં ન્યૂઝપેપરની ડિલિવરી કરે છે. 27 જૂને વહેલી સવારે ગાંધીનગરથી પરત આવતા હતા ત્યારે એસજી હાઈવે પર કોઈ અજાણ્યા વાહનચાલકે રિક્ષા સાથે અકસ્માત કરતા દિનેશને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ લઈ જતાં, મોત નીપજ્યું હતું. આ અંગે પપ્પુ પાસીએ એસજી હાઈવે-1 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જ્યારે બીજી ઘટનામાં, ચાંદખેડામાં રહેતા ડો.હિમાંશુ સોલંકી (ઉં.34) 27 જૂને સવારે ડો. હિમાંશુ બુલેટ લઈને હોસ્પિટલ જવા નીકળી 8.45 વાગે કર્ણાવતી ક્લબ સામેના રોડ પરથી પસાર થતા હતા ત્યારે શેલ્બી હોસ્પિટલ બાજુથી પૂરઝડપે આવતા કારચાલકે ડો. હિમાંશુને કાર અથડાવતાં તેઓ પટકાતાં ડાબા પગે તેમ જ શરીરના અન્ય ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે ડો.હિમાંશુ સોલંકીએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.