અમદાવાદમાં 42 વર્ષિય બ્રેઈન ડેડ વ્યક્તિના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું

બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (16:00 IST)
અમદાવાદમાં 42 વર્ષિય વ્યક્તિના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 40 દિવસમાં 4 અંગદાન શક્ય બન્યાં છે. તે ઉપરાંત ખાનગી હોસ્પિટલમાંથી બ્રેઈન ડેડ થયેલા દર્દીનું સિવિલ હોસ્પિટલના રીટ્રાઈવલ સેન્ટરમાં અંગદાન કરી પ્રત્યારોપણ કરવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના છે. અંગદાન બાદ અંગોના પ્રત્યારોપણ પછી 10થી15 જરૂરિયાતમંદ દર્દીઓની કાર્યદક્ષતામાં સુધારો પણ થયો છે. 
 
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ધર્મેશભાઇ પટેલને એકાએક બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની પાંચ દિવસની સારવાર બાદ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. ઘર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ ઘર્મેશભાઇના અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાત દર્દિની જીવનશૈલી સુધારવાનો પવિત્ર નિર્ણય કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લાવ્યા બાદ અન્ય તબીબી તપાસ કરાતા માલૂમ પડ્યુ કે ધર્મેશભાઇની બે કિડની, એક લીવર અને બંને આંખોનું દાન કરવું શક્ય છે. 
પ્રત્યારોપણ થકી ચાર વ્યક્તિઓની કાર્યદક્ષતા સુધરી
જે કારણોસર સમગ્ર પ્રત્યારોપણ પ્રક્રિયા નિષ્ણાંત તબીબોની હાજરીમાં હાથ ધરવામાં આવી. ભારે જહેમત બાદ બ્રેઇનડેડ ઘર્મેશભાઇ પટેલના ચારેય અંગોનું દાન લઇને તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યુ. આ પ્રત્યારોપણ થકી ચાર વ્યક્તિઓની કાર્યદક્ષતા સુધરી છે. મૃત ધર્મેશભાઇ પટેલના પરિવારજનો કહે છે કે "ધર્મેશભાઇની જ્યારે સારવાર ચાલી રહી હતી ત્યારે તેઓ અત્યંત ગંભીર અવસ્થામાં હતા. ત્યારે જ અમને લાગ્યુ હતુ કે જીવન અને મરણ વચ્ચે સંધર્ષ કરી રહ્યા અમારા ધર્મેશભાઇનું જીવવું અત્યંત મુશકેલ બની રહ્યુ છે. આ સમગ્ર સારવાર દરમિયાન જ અમારા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને જરૂરિયાતમંદ દર્દીને તેમના અંગોનો લાભ આપી તેમની કાર્યદક્ષતા સુધારવાનો વિચાર આવ્યો હતો. ધર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતા પરિવારના સભ્યોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર