લીંબડી બેઠકનું કોકળું ઉકેલાયું, ભાજપે કિરિટસિંહ સોલંકીને જાહેર કર્યા ઉમેદવાર

બુધવાર, 14 ઑક્ટોબર 2020 (11:02 IST)
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે. ભાજપે આઠ બેઠકો પૈકી સાત બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી. પરંતુ લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેરાત કરવાની બાકી હતી. ત્યારે ભારે સસ્પેન્સ અને ઘમાસાણ બાદ ભાજપે કિરિટસિંહ સોલંકી રાણાને આ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 
 
ભાજપે આઠમી વખત કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે. ત્યારે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ નિવેદન આપતા કહ્યું કે તમામ જ્ઞાતિના મતદારો ભાજપ તરફી છે. અને અમે જંગી બહુમતિથી જીતીશું.  
 
આ બેઠક પરથી કિરીટસિંહ રાણાનું નામ જાહેર કરાતાં ભાજપમાં અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં કોળી સમાજના આગેવાનો આ બેઠક પર કોળી ઉમદવારની માગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પક્ડયું હતું. 
 
ઉલ્લેખનીય છે કે  રાજ્યના મત્સ્ય અને પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકીએ તેમના ભાઇ હીરા સોલંકી માટે લીંબડીની બેઠક માંગી હતી. પરંતુ હાઇકમાન્ડે તેમની માંગને મહત્વ ના આપતા કિરિટસિંહ સોલંકી રાણાની પસંદગી કરી છે. તે સિવાય આ બેઠક પરથી શંકર વેગડ પણ પ્રબળ દાવેદાર હતા.
 
પેટાચૂંટણી પહેલા ભાજપના ચાણક્ય અમિત શાહનું ગુજરાતમાં આગમન થયુ છે. તેમના આગમન પરથી જ લાગી રહ્યુ હતુ કે તેઓ કોકળુ ઉકેલવા જ આવ્યા છે. ત્યારે હવે કોકળું ઉકેલાયું હોય તેવું લાગી રહ્યુ છે. હકીકતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17મી ઓક્ટોબરે આવવાના હતા, પરંતુ તેમણે પ્લાનમાં ફેરફાર કરી ગઇકાલે સાંજે જ ગુજરાત આવી ગયા છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર