39 વર્ષ બાદ સંદીપ બન્યો અલીશા, કલેક્ટરે આપ્યું ટ્રાંસવુમન સર્ટિફિકેટ

શુક્રવાર, 23 જુલાઈ 2021 (12:32 IST)
સંદીપ 39 વર્ષનો પુરૂષ હતો, પરંતુ સર્જરી કરાવીને મહિલા બની ગયો, તેણે 12 વર્ષની ઉંમરમાં છોકરીઓવાળી વસ્તુઓ ગમવા લાગી હતી. અચાનક ગુલાબી રંગ, ગુલાબી ઢીંગલીને પસંદ કરવા લાગ્યો. તેને એવું લાગ્યું હતું કે તે છોકરી છ. એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કર્યા બાદ માનસિક દુવિધામાંથી પસાર થઇ રહેલા સંદીપે મહિલા બનવાનો નિર્ણય કર્યો. 39 વર્ષની ઉંમરમાં સંદીપ 8 લાખ ખર્ચ કરીને ત્રણ સર્જરી કરાવીને અલીશા પટેલ બની ગયો. ગુરૂવારે કલેક્ટરે તેને પ્રમાણપત્ર આપીને ટ્રાંસવુમનની માન્યતા આપી છે. 
 
ટ્રાંસવુમનનું પ્રમાણપત્ર મળ્યા બાદ અલીશાએ કહ્યું કે સરકાર તરફથી માન્યતા મળતાં તે ખુશ છે. હવે આત્મવિશ્વાસથી પોતાની ઓળખ લોકોને બતાવી શકીશ. એક મહિલાના રૂપમાં કામ કરીશ. પહેલાં આમ કરી શકતી ન હતી. મને 12 વર્ષની ઉંમરમાં જ ખબર પડી ગઇ હતી કે હું એક મહિલા છું. બાળકો સ્કૂલમાં હાફ પેન્ટ પહેરીને આવતાં હતા, પરંતુ મને લાંબો સ્કર્ટ જ સારો લાગતો હતો. છ બહેનોમાં સૌથી નાની અલીશા પટેલે કહ્યું કે મારા શારિરીક હાવભાવ, રૂચિ અને વાતો કરવાની રીતથી ખબર પડતી હતી કે હું એક મહિલા બનીશ. આજે મારું સપનું પુરૂ થયું. 
 
અલીશા ઓરિયન્ટલ ટ્રેનર છે અને તાજેતરમાં એક મહિલા બનવા માટે આશરે 8 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. અલીશા પટેલ નવા નિયમો અનુસાર સરકાર દ્વારા જાહેર કરાયેલું પ્રમાણપત્ર મેળવનાર રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન બની છે.
 
વર્ષ 2019માં કાયદો બનાવવામાં આવ્યો કે લિંગ પરિવર્તન કરાવ્યા બાદ નવી ઓળખ આપી શકાય છે. સંદીપે આલિશા બનવા માટે સર્જરી સહિત દસ્તાવેજના આધારે સરકારને અરજી કરી. ટ્રાંસવુમન બનવા માટે વેરિફાઇ કરાવ્યા બાદ કલેક્ટરે પ્રમાણપત્ર આપ્યું. અલીશાએ જણાવ્યું કે પરિવારનું પુરૂ સમર્થન રહ્યું હતું. તેમણે કહ્યું કે સરકારી નોકરીઓમાં ટ્રાંસજેંડર કોમ્યુનિટીને પ્રોત્સાહન આપવાની જરૂર છે. 
 
ગત 6 મહિનામાં કલેક્ટર પાસેથી 80 કિન્નરોને થર્ડજેંડરનું સર્ટિફિકેટ મળ્યું છે. આ પ્રમાણપત્રથી બેંક એકાઉન્ટ ખોલવા, પાસપોર્ટ બનાવવા અને સરકારી સુવિધાઓ લેવામાં સરળતા રહેશે. શહેરમાં 400થી વધુ કિન્નર છે. સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે કાયદો લાગૂ થયા બાદ પ્રમાણપત્ર આપવા માટે મેડિકલની જરૂર પડતી હતી. હવે ફક્ત એફિડેવિડ આપીને પ્રમાણપત્ર લઇ શકો છો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર