પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના કાળુભા રોડ ઉપર આવેલ એક્સ જનરેશન હોટલ કે જયાં સમર્પણ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં મોડી રાત્રે આગ લાગવાની દુર્ઘટના સર્જાઇ હતી. અચાનક આગ લાગતાં ત્યાં સારવાર લઇ રહેલા 18 દર્દીઓને તાત્કાલિક રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં ઘારાસભ્ય જીતુ વાઘાણી સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તમામ દર્દીઓને રેસ્ક્યૂ કરીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક રેસ્ક્યૂ કરીને કોવિડ સેન્ટરમાં રહેલા 68 દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે આગમાં આખો રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. આ આગ લાગ્યાની જાણ થતાં જ કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓને ભારે મોટી ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી.