ગીર સોમનાથમાં રાજ્ય કક્ષાની ઉજવણીમાં 32 મિનિટનો જ ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે

બુધવાર, 19 જાન્યુઆરી 2022 (15:09 IST)
આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની આ વર્ષે રાજયકક્ષાની ઉજવણી સોમનાથ સાનિધ્યે થનાર છે. જો કે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈ આ ઉજવણી સાદાઈથી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

પ્રજાસત્તાક ઉજવણી અંતર્ગત યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજયપાલનો એટ હોમ કાર્યક્રમ રદ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. હવે ફક્ત 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને 32 મિનિટનો ધ્વજવંદનનો જ કાર્યક્રમ યોજાશે તેવું જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલએ જણાવેલ છે.અત્રે નોંધનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી રાજ્ય સાથે સોમનાથમાં દરરોજ રેકર્ડબ્રેક કોરોનાના કેસો આવી રહ્યા છે. એવા સમયે પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત સોમનાથમાં લોકોની ભીડ થવાની શકયતા હતી. આ બંન્ને કારણોને ધ્યાને લઇ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 17 હજાર 119 કેસ નોંધાયા છે. આમ હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. મંગળવારે 10 દર્દીઓ મોત થયા છે અને 7 હજાર 883 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ મુંબઈથી ડબલ થઈને 79 હજારને પાર થયાં છે.મુંબઈમાં હાલ 40 હજાર એક્ટિવ કેસ છે.256 દિવસ બાદ 12 હજારથી વધુ કેસ નોઁધાયા છે, અગાઉ 7 મેના રોજ 12 હજાર 64 કેસ હતા. અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3, સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 10નાં મોત થયાં હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર