૯વર્ષની અમદાવાદી છોકરીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યો સૌથી લાંબા વાળનો રેકોર્ડ

મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (09:23 IST)
અમદાવાદની ૯ વર્ષની બાળકીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં પોતાના ૩૮.૫ ઇંચ ૪ ધોરણમાં ભણતી ૯ વર્ષની છોકરી બિયંકા દલવાડી એસાથે સૌથી લાંબા વાળ ધરાવતી છોકરીનો રેકોર્ડ બનાવ્યો છે. બિયંકા દલવાડી એક ૯ વર્ષની છોકરી જેને પોતાના ભણતરમાં ખુબ રસ છે. આટલી નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ ધરાવતી પ્રિ ટીનએજમાં આ પ્રથમ વ્યક્તિ હશે. બિયંકાના વાળની લંબાઈ ૩૮.૫ ઇંચ છે. નાની ઉંમરથી જ તેણે પોતાના વાળની કાળજી રાખેલી છે, સાથે જ તેને પોતાને પણ લાંબા વાળ ગમે છે. 
બિયંકાની માતા ચેલ્સી એ પણ તેની પાછળ ખુબ મેહનત કરી છે. બિયંકાની માતા  નિયમિત રૂપે તેની કાળજી લે છે, વાળ માટે જરૂરી એવું તેલ પોતે જાતે બનાવીને બિયંકાના વાળ માં લગાડે છે. બિયંકા  પેહલા થી જ એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં પોતાનો રેકોર્ડ ઘરાવે છે, જે સૌથી નાની ઉંમરમાં સી+ જાવાની પરીક્ષા પાસ કરવા બદલ તેને મળેલ છે. આની પેહલા આ રેકોર્ડમાં માત્ર ટીનએજની જ છોકરીનો ધરાવતી હતી. પૂર્વ ટીનએજ કેટેગરીમાં બિયંકા પ્રથમ વ્યક્તિ છે.
બિયંકાના આ રેકોર્ડ વિષે વધુમાં જણાવતા તેની માતા એ કહ્યું કે " બિયંકાને પોતાને પણ લાંબા વાળ નો ખુબ શોખ છે, તેણે આજ સુધી મને ક્યારેય હેર કટિંગ માટે નથી કહયું.  એટલા માટે હું પોતે તેની માટે આયુર્વેદિક મિશ્રણ થી તૈયાર કરેલું તેલ તેના વાળમાં લગાડું છું, જેથી કરીને તેના વાળ જળવાઈ રહે. એટલા લાંબા વાળ હોવા છતાં તે પોતાની રૂટિન સમયસર પૂરું કરે છે. હું તેના વાળની કાળજી રાખવામાં કોઈ કસર બાકી નથી રાખતી. હું પોતે પણ બ્યુટીશીઅન છું એટલે મારા માટે સેહલું થઇ જાય છે. અમે બિયંકાને હમેશા થી આગળ વધવા માટે પ્રોત્સાહિત કરીયે છીએ અને આજે આટલી મોટી સિદ્ધિથી મને મારી દીકરી પર ખુબ ગર્વ છે”.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર