ગુજરાતના 4 જીલ્લા બન્યા કોરોના મુક્ત

મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (18:58 IST)
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર વિદાયની આરે આવીને ઊભી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના અંગે વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના નવા 22  કેસ નોંધાયા છે. સતત 15મા દિવસે કોરોનાથી એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. જ્યારે આજે 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.75 ટકા થઈ છે. 
 
દરરોજ 25થી 30 જિલ્લામાં શૂન્ય કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે 4 જિલ્લા સંપૂર્ણ કોરોનામુક્ત થઈ ગયા છે. હાલ પોરબંદર, તાપી, અરવલ્લી અને છોટાઉદેપુર કોરોનામુક્ત બની ગયા છે. આ ચારેય જિલ્લામાં હાલ એકપણ એક્ટિવ કેસ નથી, જ્યારે 11 જુલાઈથી એકપણ કેસ નોંધાયો નથી. 
 
રાજ્યમાં સતત નવ દિવસથી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા નથી. ઉલ્લેખનીય છે કે, 23મી જુલાઈ સુધી સતત 12 દિવસ સુધી રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કેસ ડબલ ડિજિટમાં નોંધાયા ન હતા. રાજ્યના અમદાવાદ સહિત 4 કોર્પોરેશન અને 5 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા છે. જેમાં વડોદરા કોર્પોરેશનમાં સૌથી વધુ 8 નવા કેસ નોંધાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર