રાજસ્થાનના કુંભલગઢના રિસોર્ટમાં જુગાર રમતા ગુજરાતીઓ સહિત 39ની ધરપકડ

શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (09:37 IST)
Gujaratis Gambling

રાજસ્થાનના પ્રખ્યાત પ્રવાસન સ્થળ કુંભલગઢના એક રિસોર્ટમાંથી સ્થાનિક પોલીસે જુગાર રમતા 39 લોકોની ધરપકડ કરી છે. જેમાં મોટાભાગના જુગારીઓ ગુજરાતના છે. તેઓ કોઇન દ્વારા જુગાર રમી રહ્યા અને આ કોઇનની વ્યવસ્થા અમદાવાદના એક એજન્ટે કરી આપી હતી. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના કેલવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને સ્પેશ્ય ટીમ તેમજ ચારભુજા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાડવામાં આવેલા સંયુક્ત દરોડામાં 39 જુગારીઓ પકડાયા છે. તેમની પાસેથી 33 લાખ 85 હજાર રૂપિયાના ટોકન તેમજ 80 હજાર રૂપિયા અને લાખો રૂપિયાના હિસાબની ચિઠ્ઠીઓ જપ્ત કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસે બાતમીના આધારે કુંભલગઢના શાહપુરા કુંભલગઢ વિલાસ રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. જેમાં હોટલના રૂમ નંબર 210માંથી 17 લોકો અને રૂમ નંબર 211માંમાં 22 લોકો પત્તા-પાનાનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતાં. બંને રૂમમાં આવવા જવા માટે એક દરવાજો પણ હતો. જેથી જુગારીઓ એક-બીજાના રૂમમાં આવન-જાવન કરી શકતા હતા. પોલીસની પૂછપરછમાં જુગારીઓઓ જણાવ્યું હતું કે, તેઓ પહેલીવાર કુંભલગઢ આવ્યા છે અને તેમણે કોઇ અજાણી વ્યક્તિને અહીં જુગાર રમવા માટેની જગ્યા વિશે પુછ્યું તો તેણે કહ્યું હતું કે કોઇપણ હોટલ કે રિસોર્ટમાં રૂમ બુક કરાવી લો. જેથી અમે એક રાત માટે 12થી 13 રૂમ બુક કરાવ્યા હતાં. અમે જુગાર રમવાના છીએ તે અંગે હોટલના મેનેજરને કોઇ જાણકારી ન હતી. રાત્રે 11 વાગ્યા આસપાસ હોટલનો સ્ટાફ ઉંઘી ગયા બાદ અમે જુગાર રમવાનું શરૂ કર્યું હતું. પોલીસે જુગારીઓ પાસેથી 33 લાખ 85 હજાર રૂપિયાના ટોકન અને 80 હજાર રૂપિયા રોકડ રકમ તેમજ પાંચ કાર અને 39 મોબાઇલ જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જુગારીઓ જે કોઈનનો ઉપયોગ કરીને જુગાર રમી રહ્યા હતાં તેની વ્યવસ્થા અમદાવાદના એક એજન્ટે કરી આપી હતી. આ અંગે એજન્ટ વિશે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ઘટનાસ્થળેથી 39 જુગારીઓની ધરપકડ કરી હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર