142મી રથયાત્રા: AMCના અધિકારીઓ દ્વારા કરાયું રથયાત્રા રૂટનું નિરિક્ષણ

ગુરુવાર, 27 જૂન 2019 (09:05 IST)
અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. રથયાત્રાને લઇ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે શહેરના મેયર અને કોર્પોરેશનના અધિકારીઓએ સમગ્ર રથયાત્રાના રૂટનું નિરિક્ષણ કર્યું હતું. જ્યારે રથયાત્રા પૂર્વે કરવામાં આવતી તમામ કામગીરીની સમિક્ષા પણ કરી હતી.
 
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ સહિતના અધિકારીઓ દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના મેયર સહિતના અધિકારીઓએ જમાલપુરથી સરસપુર સુધીના રૂટનું નિરિક્ષણ કરતા પહેલા જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા.
 
ત્યારબાદ અધિકારીઓ દ્વારા યાત્રાના રૂટ પરનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોને નોટીસ ફટકારવામાં આવી છે. આખરે તમામ અધિકારીઓ સરસપુર મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાનના દર્શન કર્યા અને તે દરમિયાન મેયરે જણાવ્યું હતુ કે, મોટાભાગે કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. બાકીની કામગીરી ગણતરીના સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર