રોપ-વે માધ્યમથી ૧.૦૬ લાખ પ્રવાસીઓએ ગરવા ગિરના અદભૂત સૌંદર્યં માણ્યું

બુધવાર, 4 જાન્યુઆરી 2023 (10:41 IST)
ડિસેમ્બર માસમાં ૧.૦૬ લાખ પ્રવાસીઓએ રોપ-વેના માધ્યમથી ગરવા ગિરનારના સૌંદર્યને માણ્યું જૂનાગઢ તા.૦૩, ગિરનાર રોપ-વેના પ્રોજેક્ટના માધ્યમથી જૂનાગઢ જિલ્લાના પ્રવાસન વિકાસને નવી ઉંચાઈ મળી રહી છે. વર્ષ-૨૦૨૨ના છેલ્લાં માસ માત્ર ડિસેમ્બરમાં જ ૧.૦૬ લાખ પ્રવાસીઓએ રોપ-વેના માધ્યમથી ગરવા ગિરનારને નિહાળવાનો રોમાંચ અને તેનુ અદભૂત સૌંદર્યં માણ્યું હતું. 
રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગ વેગ મળે તે માટે નવી સુવિધાઓ વિકસાવવાની સાથે મહોબતખાનના મકબરાનું અને ઉપરકોટના કિલ્લાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ રાજ્ય સરકારે શિવરાત્રીના મેળાને મિનિકુંભ જાહેર કર્યો હતો. ઉપરાંત ભાવિક માટે ગિરનાર લીલી પરિક્રમા યોજાઇ છે. જેમાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. વર્ષ-૨૦૨૨ના ડિસેમ્બર માસમાં ગિરનાર ઉડન ખટોલાની કુલ ૧,૦૬,૮૩૬ પ્રવાસીઓએ મજા માણી હતી. 
 
જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યંનો ભંડાર હોવાની સાથે આધ્યમિક, ઐતિહાસિક અને પૌરાણીક વારસાની જાહોજલાલી છે. ઉપરાંત સ્થાપત્ય બેનમૂન ઝાંખી અહિં જોવા મળે છે. જે પ્રવાસીઓ, અભ્યાસુઓ સહિત સૌ કોઈને આકર્ષે છે. જૂનાગઢ જિલ્લાની નજીક અન્ય મહત્વના પ્રવાસન સ્થળો આવેલા છે. 
 
દુનિયાભરમાં એશિયાટીક લાઈનનું એકમાત્ર ઠેકાણુ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન-અભયારણ્ય, દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ સોમનાથ જ્યોર્તિલિંગ. એક સમયે પોર્ટીગીઝ શાસન હેઠળનું રળીયાપણું દિવ સહિતના અનેક જોવાલાયક સ્થળો જૂનાગઢ જિલ્લા નજીક આવેલા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર