ગુજરાતમાં ગૌવંશ હત્યાનો સૌથી કડક કાયદો અમલી બન્યો

સોમવાર, 5 જૂન 2017 (12:51 IST)
આજે દેશમાં સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન ગૌ હત્યા અને બીફ પાર્ટીનો છે. રાજકારણમાં આ મુદ્દો હાલ ગરમી પકડી રહ્યો છે. બંને મોટા રાજકીય પક્ષો આ મુદ્દે આમને સામને આવી ગયાં છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકારે આ મુદ્દે વધુ એક કડક કાયદાની જોગવાઈ કરી છે. ગૌવંશની હત્યા અટકાવવા, પશુઓની ગેરકાયદે કતલ પર અંકુશ લાદવા ગુજરાત સરકારે બનાવેલાં કડક કાયદાને કરવામાં આવ્યો છે.ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગૌવંશની હત્યાના દોષિતોને આજીવન કેદની સજા કરાશે. ગૌમાંસ કે ગૌમાંસની બનાવટો વેચવા, રાખવા, સંગ્રહ કરવા, હેરફેર કરવા કે પ્રદર્શન કરવા માટે પણ સજા થશે. વ્યક્તિ દોષી ઠરશે તો તેને સાત વર્ષથી ઓછી નહીં અને 10 વર્ષ સુધીની કેદ ઉપરાંત પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થશે.આ કાયદા હેઠળના તમામ ગુનાઓ પોલીસ હસ્તકના અને બિન જામીનપાત્ર ગણાશે. રાત્રે પશુઓની હત્યા અને હેરફેર અટકાવવા પરમીટ મેળવેલી હોય તેવા કિસ્સામાં પણ સાંજે 7 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી પશુઓની હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.  

વેબદુનિયા પર વાંચો