અપૂરતા વરસાદને કારણે ખેતમજૂરોએ કેમ કાઠીયાવાડ છોડ્યું?

મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (12:16 IST)
અપૂરતા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ગામડાંઓમાં પાક નિષ્ફળ જવાથી મોટી સંખ્યામાં ખેતમજૂરોએ ગામ છોડી વતન તરફની વાટ પકડી છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે અઠવાડિઆમાં આશરે સંખ્યાબંધ ખેત મજૂરોએ પોતાનું સ્થાન છોડી દીધું છે. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં મોટાભાગે દાહોદ, પંચમહાલ અને નર્મદાની આસપાસના ગામડાંઓમાંથી કામ અર્થે આવે છે. જ્યારે બીજા રાજ્યોની વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી મજૂરો કામ કરવા માટે આવે છે. ઘણા બધા જમીન માલિકો આ મજૂરોને પોતાના ખેતર ભાગીદારીમાં ખેડવા માટે આપે છે. તો કેટલાક મજૂરોને રોકીને ખેતરોના પાકનું કામ કરાવે છે. જેમાં સમગ્ર સિઝન માટે આ મજૂરોને રોકવામાં આવે છે. પરંતુ, આ વખત ઓછા વરસાદને લીધે પાક નિષ્ફળ થયો છે. જેની સીધી અસર આ મજૂરો પર થઈ છે. આ મજૂરો પોતાના પરિવાર સાથે ખેતરની આસપાસ રહે છે.વરસાદને અભાવે સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતા બે પાક મગફળી અને કપાસના પાકને માઠી અસર થઈ છે. ઉત્પાદનમાં પણ ધરખમ ઘટાડો થયો છે. ખેડૂતોએ પાક નિષ્ફળ જતા સુકાયેલા પાકને કાપવાનું પણ શરૂ કરી દીધું છે. અમેરલીના આંબરડી જિલ્લાના એક ખેડૂત કમલેશ નસીતે જણાવ્યું હતું કે, મારા ખેતરમાં 1,000 બાહરથી આવેલા ખેત મજૂરો કામ કરતા હતા. પાક નિષ્ફળ જવાને કારણે તેઓ ગામ છોડીને ચાલ્યા ગયા છે. હવે વરસાદના બીજા કે ત્રીજા રાઉન્ડની જરૂર નથી અને અહીં સિંચાઈ માટેની કોઈ સગવડ પણ નથી.અમરેલી જિલ્લાના ઘણા પરિવારો સુરત સ્થાયી થઈ ગયા છે અને હીરા ઉદ્યોગ સાથે જોડાઈ ગયા છે. નફા વહેચણીના કરાર સાથે જ્યારે તેઓ પરત આવે ત્યારે આવા ખેત મજૂરોને જમીન ખેડવા માટે આપી જાય છે. સૌરાષ્ટ્રમાંથી આટલી મોટી સંખ્યામાં મજૂરોનું પરત ફરવું એ ગંભીર બાબત છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર