ઈસ્લામના આ પાંચેય કર્તવ્ય માણસમાં પ્રેમ, સહાનુભૂતિ, મદદ અને હમદર્દીની પ્રેરણા આપે છે. રોજાને અરબીમાં સોમ કહે છે. જેનો મતલબ છે રોકાવવુ. રોજા મતલબ તમામ દુર્ગુણોથી દૂર રહેવુ. રોજામાં દિવસભર ભૂખ્યા અને તરસ્યા જ રહેવામાં આવે છે. આ રીતે જો કોઈ સ્થાન પર લોકો કોઈની સાથે ખરાબ વ્યવ્હાર કરી રહ્યા છે તો રોજેદાર માટે આવા સ્થળ પર રોકાવવાની મનાઈ છે.
રોજા અસત્ય, હિંસા, અવગુણ લાંચ અને અન્ય તમામ ખોટા કામોથી દૂર રહેવાની પ્રેરણા આપે છે. જેનો અભ્યાસ મતલબ એક મહિનો કરાવવામાં આવે છે. જો કે માણસે આખુ વર્ષ અવગુણોથી બચવુ જોઈએ.