સેંડવિચ રબડી ઘેવર

N.D
સામગ્રી - બ્રેડ(વાડકીથી ગોળ કાપેલી) 10 પીસ, ખાંડ દોઢ વાડકી ઘટ્ટ રબડી અથવા મલાઈ 1 વાડકી, કેસર 10-12 રેશા, ઈલાયસી અડધી ચમચી, બદામ-પિસ્તાની કતરન 2 મોટી ચમચી, તળવા માટે ઘી

બનાવવાની રીત - સૌ પહેલા ખાંડમાં અડધો વાડકી પાણી નાખીને તેને ઉકાળી લો અને ઉતારી લો. હવે ઘી ગરમ કરો અને તેમા બ્રેડના ગોળ આકાર તળી લો. તળેલી બ્રેડને ચાસણીમાં નાખી દો. 10 મિનિટ પછી બ્રેડને એક પ્લેટમાં કાઢીને મુકો. હવે રબડીમાં કેસર ઈલાયચી નાખીને તળેલી બ્રેડ પર રબડી નાખો અને કેસર પિસ્તાથી સજાવીને સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો