રાખડી સામાજિક સંદેશો ફેલાવવાનું પણ માધ્યમ બની

P.R
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં રાખડી સામાજિક સંદેશો ફેલાવવાનું માધ્યમ બની છે. એસ.એસ.આર રાખીએ આ વર્ષે બેટી બચાવો, વ્યસન મુક્તિ અને પર્યાવરણ બચાવોના સૂત્રો સાથેની રાખડીઓ બજારમાં મૂકી છે.

બેટી બચાવો, વ્યસનમુકત બનો, પર્યાવરણની રક્ષા કરો. આવા વિવિધ સ્લોગનવાળા આ બોકસ રાખડીઓના છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં બહેન ભાઈને રક્ષા બાંધીને તેના લાંબા અને સ્વસ્થ આયુષ્યની કામના કરે છે. તેવા સમયે વ્યસનમાં ફસાયેલા ભાઈઓને બહેન રક્ષા બાંધીને વ્યસનમુકિતનું સંકલ્પ કરાવે તો ચોકકસ પણે ગુટખા સહિતના વ્યસનથી લોકો મુકત બને.

અમદાવાદમાં રાખડી બજારમાં આવા સંદેશાવાળી રાખડીઓ આકર્ષણનું કેદ્ર બની છે. અમદાવાદમાં રાખડી બનાવતા ઈકબાલભાઈ છેલ્લા વીસ વર્ષથી રાખડીના માધ્યમથી સમાજ સુધારણા માટે દુષણો નાથવા લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે. આ રાખડીઓ બનાવવામાં પણ મોટા ભાગની મહિલાઓ રોકાયેલી રહે છે. તહેવારો સામાજીક પરિસ્થિતિને બદલવા મહત્ત્વનો ભાગ ભજવે છે. લોકોને એકબીજાની નજીક લાવે છે, અને પારિવારિક સંબંધમાં મીઠાશ વધે છે. ત્યારે સમાજમાં રહેલા આવા દુષણો દૂર કરવા આ પ્રયાસ પ્રેરણારૂપ છે.

વેબદુનિયા પર વાંચો