નાનકડી આંખોનુ સપનું

N.D
એ નાનકડી આંખોમાં ચમકી રહી હતી ખુશી અપાર.
લાગતુ હતુ સમજો પાલવમાં વિખરાયા છે રત્ન હજાર

નાના-નાના પગથી તેઓ દોડી રહ્યા હતા ચપ્પલ વગર
માનો છીનવી લેશે સમય પાસેથી બધી જ ક્ષણ

રજાનો દિવસ હતો છતાં પણ ઘણી થઈ બૂટ પોલિશ આજે
તેમના નાના હાથોએ આપી મશીનને માત

માથા પર વહેતા પસીનાને તેમણે વારંવાર લૂછ્યો હતો
જાણે કહેવા માંગતા હોય, નહી થોડુ વધુ વહો .

આ મારી પરીક્ષા છે મને પાસ કરવા દો
જયારે એક ધ્યેય થાય પૂરો, ભૂખ તમે પણ શાંત રહો

હવે કસાયેલી તેની મુઠ્ઠીમાં થોડાક સિક્કાઓ ખનકતા હતા
પગમાં વાગતા કાંકરા પણ તેના ઉછાળાને રોકી નહોતા શકતા

યાદ છે તેને રડતી આંખોની એ બેતાબી
જ્યારે નાની બહેને જોઈ હતી દુકાનમાં જલેબી

આપ્યુ હતુ તેણે વચન મીઠો રસ ચખાવશે
રક્ષા બંધનના દિવસે તેને એ જલીબી જરૂર ખવડાવશે.

વેબદુનિયા પર વાંચો