પ્રેમ, પરાક્રમ અને સાહસ - રક્ષાબંધન

- પ.પૂ. પાંડુરંગશાસ્ત્રી આઠવલે

રક્ષાબંધન અર્થાત પ્રેમબંધન, આ દિવસે ભાઈ બહેનના હાથ પર રાખડી જ નહી પણ ભાઈ પ્રત્યેના પોતાના પ્રેમને પણ બાંધે છે. ભાઈ બહેનનો
W.D
પ્રેમ એટલેકે પરાક્રમ, પ્રેમ, સાહસ અને સંયમનો સાથ. ભોગ અને સ્વાર્થની છાયામાં ઉછરી રહેલી આ દુનિયામાં ભાઈ-બહેનનો પ્રેમ જ નિ:સ્વાર્થ અને પવિત્ર એક એવુ બંધન છે જેમ સાગરના ખારા પાણી વચ્ચે જોવા મળતી એક મીઠી તલાવડી. ભારતીય સંસ્કૃતિમાં ઋષિયોએ આ સંબંધોની પવિત્રતા અને નિ:સ્પૃહતા ના ગુણગાન ગાયા છે. ભારતીય સંસ્કૃતિ માનવીના જીવનની મહાનતાના દર્શન કરાવે છે. આ સંસ્કૃતિ જ એક એવી સંસ્કુતિ છે, જ્યાં સ્ત્રીને એક ભોગદાસી જ ન સમજીને તેની પૂજા પણ થાય છે.

પોતાની જાતને સુધારક માનવાવાળા અને પશ્ચિમી દેશોનું અનુકરણ કરવાવાળા અને સ્ત્રી સમાનતાની પોકળ વાતો કરવાવાળાને કહેવું જોઈએ કે ભારતીય સંસ્કૃતિએ તો સ્ત્રીનું પૂજન કર્યુ છે. 'यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता' જ્યાં સ્ત્રીની પૂજા થાય છે, જ્યાં સ્ત્રીનું સમ્માન થાય છે ત્યાં જ ભગવાનનો વાસ હોય છે. આ ભગવાન મનુનું વચન છે. સ્ત્રીને માત્ર ભોગની વસ્તુ ન સમજીને એક માઁ અને બહેનની પવિત્ર નજરથી જોવાની સંસ્કૃતિ પણ ભારતની જ છે.

રક્ષાબંધનનો તહેવાર એટલે દ્રષ્ટિ પરિવર્તનનો તહેવાર. જ્યારે કોઈ બહેન એક ભાઈના હાથમાં રાખડી બાંધે કે તેની જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છ
W.D
. રાખડી બાંધનાર બહેન તરફ તે કદીપણ વિકૃત નજરથી જોતો જ નથી. પરંતુ તે બહેનના રક્ષણની જવાબદારી ઉઠાવે છે. જેથી તેની બહેન સમાજમાં નિર્ભય થઈને ફરી શકે. તેનો મજાક ઉડાવનાર પશુવૃત્તિ ધરાવતા ભાઈઓને સમજાવવાનો કે તેમણે દંડ આપીને પાઠ ભણાવવાની જરૂર છે. જે સમાજમાં બહેન સુરક્ષિત ન હોય તે સમાજ ધીમે-ધીમે પોતાનું પૌરુષત્વ ગુમાવીને પતન તરફ ધકેલાઈ જાય છે.


W.D
જ્યારે રાખડી બાંધતા પહેલા બહેન ભાઈને માથા પર તિલક લગાવે છે, તેનો મતલબ એ નથી કે તે ભાઈના કપાળની પૂજા કરે છે. તે તિલકનો મતલબ છે કે તેને ભાઈની બુધ્ધિ અને વિચાર પર વિશ્વાસ છે તેવું દર્શાવે છે. સામાન્ય દેખાતી આ ક્રિયામાં દ્રષ્ટિ પરીવર્તનનો સંકેત છે. સામાન્ય દ્રષ્ટિથી દુનિયાને જોવાવાળી બે આંખો સિવાય ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી દુનિયાને જોવા માટે માનો કે એક ત્રીજી આંખ બહેને આપીને ભાઈને ત્રિલોચન બનાવી દીધો છે. જેવી રીતે શંકર ભગવાને ત્રીજી આંખ ખોલીને કામને ભસ્મ કર્યો હતો. તેવી જ રીતે બહેન પણ ભાઈની બુધ્ધિંનું ત્રીજુ નેત્ર ખોલીને તેને વિકાર, વાસના વગેરેનો નાશ કરવાનું સૂચન કરે છે.

ભાઈના હાથમાં રાખડી બાંધી બહેન માત્ર પોતાની જ સુરક્ષા નથી ઈચ્છતી, પણ સમસ્ત નારી જાતિની સુરક્ષાની આશા રાખે છે અને સાથે સાથે દુશ્મનોથી અને અંતર્વિકારો પર પોતાનો ભાઈ વિજય પ્રાપ્ત કરે કે તેનાથી સુરક્ષિત રહે તેવી ભાવના પણ આમાં છુપાયેલી છે.

દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે જ્યારે ઈંદ્ર હિમંત હારી ગયા હતા ત્યારે ઈંન્દ્રાણીએ તેમને રાખડી બાંધી હતી, આવું વેદોમાં કહેવાય છે. અભિમન્યુની સુરક્ષા માટે કુંતીમાતાએ તેને રાખડી બાંધી હતી અને પોતાની સુરક્ષા માટે રાણી કર્ણાવતીએ હુમાયૂને રાખડી મોકલી હતી. રાખડીમાં ઉભય પક્ષના રક્ષણની ભાવના સમાયેલી છે, પણ આટલી જ તેની મર્યાદા નથી.


રક્ષાબંધન રક્ષાનું સ્મારક છે. બંધન રક્ષા એટલેકે ધ્યેય રક્ષા. જેણે જીવનમાં કઈંક બંધન માન્ય રાખ્યું છે, જે જીવનમાં કોઈ લક્ષ્ય સાથે જોડાયેલો છ
W.D
તેના જીવનનો જ વિકાસ થઈ શકે છે. રાખડી બાંધતી સમયે બહેન ભાઈના બંધન અને લક્ષ્યના રક્ષણનું સૂચન કરે છે. 'સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિથી ન જોતાં તેની તરફ પવિત્ર નજર રાખો' આવો મહાન સંદેશ આપવાવાળા ભારતીય સંસ્કૃતિના આ મહાન પર્વને આપણે કુટુંબ સુધી જ સીમિત રાખવો યોગ્ય નથી.

આવા તહેવારનું તો સામાજીકરણ અને વૈશ્યીકરણ થવું જોઈએ. જે સગો ભાઈ છે તેની નજર તો હંમેશા પોતાની બહેન તરફ નિર્મલ અને પવિત્ર જ રહેશે, જરૂર છે સ્ત્રી તરફ વિકૃત નજર રાખતા લોકોની દ્રષ્ટિને બદલવાની. સગી બહેન સગા ભાઈને રાખડી બાંધે તે કરતાં તો વધુ સારું તે કહેવાય કે સમવયસ્ક કોઈ બીજી બહેન બીજા ભાઈને રાખડી બાંધે તો શીલ બુધ્ધિની પરાકાષ્ઠા છે.

ટૂંકમાં, રક્ષાબંધન એટલેકે સ્ત્રીની તરફ જોવાની દ્રષ્ટિ બદલવાની. રક્ષાબંધન એટલેકે ભાઈ દ્રારા બહેનના રક્ષણની જવાબદારી. રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના વિશુધ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતુ ઝરણું. ભાઈ બહેનના પરસ્પર પ્રેરક, પોષક અને પૂરક છે. આ સંદેશ આપવાવાળો આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે.