* તમામ રેલવે ભાડામાં 2 ટકાનો કાપ. * નવી દિલ્હી-અમદાવાદ રાજધાની હવે દરરોજ દોડશે. જે અગાઊ એક સપ્તાહમાં છ દિવસ ચાલતી હતી. * કોલકાતા મેટ્રોનું વિસ્તરણ કરાશે. * મુંબઇ-બિકાનેર સુપર ફાસ્ટ સપ્તાહમાં બે વખત. * તમામ એસી અને મેઇલ એકસપ્રેસ ભાડામાં ઘટાડો થશે. * રેલવેનો કેશ રિઝર્વ 90,000 કરોડ. * છેલ્લા પાંચ વર્ષમાં નૂરના દરમાં 8 ટકાનો વધારો. * લુધિયાણાથી કોલકાતા સુધી ફ્રેટ કોરિડોર. * કાશ્મીર ખીણમાં રાજવંશેર અને અનંતનાગ વચ્ચે રેલવે લાઇનને ચાર મહિનામાં કાઝીગુંદ સુધી લંબાવાશે. * ૧૧મી પંચવર્ષીય યોજનામાં રેલવે 2.30 લાખ કરોડનું રોકાણ કરશે. * રેલવે રેલ પ્રોડકિટવિટીને પ્રોત્સાહન આપવા 70,000 કરોડ સરપ્લસનો ઊપયોગ કરશે. * ઉંચી ક્ષમતા સાથેના નવા વેગનનો ઊપયોગ કરાશે. * વર્ષ 2004 માં 325ની સામે વર્ષ 2008માં રેલ અકસ્માતોની સંખ્યા ઘટીને 184 થઇ છે. * વેતન પંચની ભલામણથી 14 લાખ રેલવે કર્મચારીઓને ફાયદો થયો છે. * રાષ્ટ્રના નિર્માણમાં રેલવેએ ઊપયોગી ભૂમિકા અદા કરી છે. * લોકોનો વિશ્વાસ જીતવામાં રેલવેએ સફળતા મેળવી છે. * ચાર જગ્યાઓએ ચાર કોલ સેન્ટરો કામ કરી રહ્યા છે. * મંદી છતાં રેલવેએ 4 ટકાના વ્યાજે 100 મિલિયન ડોલર ઊભા કર્યા છે. * 43 નવી ટ્રેનો દોડાવવાની લાલુએ જાહેરાત કરી. * નવી ટેકનોલોજીનો ઊપયોગ કરતા અકસ્માતોમાં ઘટાડો થયો છે. * બૂલેટ ટ્રેનો દોડાવવા માટે રિપોર્ટ તૈયાર થઇ રહ્યા છે. * યાત્રી ભાડાઓથી આવકમાં 14 ટકાનો વધારો થયો છે. * રેલવેની આવકમાં 19 ટકાનો વધારો થયો છે. * માલગાડીના 10000વેગન દરવર્ષે બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. * અગરતલાને ટ્રેનથી જોડી દેવામાં આવશે.