Punjab Election Result 2022: પંજાબમાં ચાલી એવુ ઝાડુ કે સાફ થઈ ગયા બધા વિપક્ષી, આ છે AAPની જીતના કારણો
ગુરુવાર, 10 માર્ચ 2022 (13:31 IST)
પંજાબમાં વિધાનસભા ચૂંટણી 2022 માટે વોટોની ગણતરી ચાલુ છે. પરિણામો મુજબ રાજ્યમાં આમ આદમી પાર્ટીની ઝાડુ એવી ચાલી કે કોંગ્રેસ બીજેપી અને શિરોમણિ અકાલી દળ જેવી પાર્ટીઓ સાફ થઈ ગઈ. પંજાબની 117 વિધાનસભા સીટો પર આપ 90 પર આગળ ચાલી રહી છે. જ્યારે કે કોગ્રેસ 18, શિરોમણી અકાલી દળ 6 અને બીજેપી+ 2 સીટો પર આગળ ચાલી રહી છે. જો આ આંકડા પરિણામમાં પણ બદલાય છે તો તેને પંજાબમાં આપની લહેર કહેવાશે. સૂબેદારની જનતાએ આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચન પર વિશ્વાસ કર્યો અને તેના સમર્થનમાં જોરદાર વોટિંગ કર્યુ. પંજાબમાં આપના બઢત બનવાના શુ કારણ છે આવો જાણીએ..
-અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ - પંજાબમાં આમ આદમી પાર્ટીની બઢતથી આ સ્પષ્ટ થઈ ગયુ છે કે દિલ્હીની બહાર પણ અરવિંદ કેજરીવાલનો જાદૂ ચાલી શકે છે. લોકોએ તેમના પર વિશ્વાસ બતાવ્યો છે. કેજરીવાલને રાજનીતિમાં ઉતરીને 8 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. તેમને દિલ્હી સરકારના કાર્યોને પંજાબની જનતા સામે મુક્યા અને લોકોને એક તક આપવાની અપીલ કરી. કેજરીવાલની આ અપીલને જનતાએ સ્વીકાર કરી અને તેમની પાર્ટીને સત્તાની ચાવી સોંપતી જોવા મળી છે.
-સીએમ ફેસ જાહેર કરવો - આમ આદમી પાર્ટીએ ભગવંત માનને પંજાબમાં મુખ્યમંત્રીનો ચેહરો બનાવ્યો. પાર્ટીએ તેનાથી સ્પષ્ટ કરી દીધુ હતુ કે રાજ્યમાં નેતૃત્વને લઈને તેમનો મત ક્લીયર છે. ભગવંત માન પંજાબનો લોકપ્રિય ચેહરો છે. તેઓ કોમેડિયન છે અને મોટાભાગના ઘરોમાં લોકો તેમના નામથી પરિચિત છે. આપે તેમની આ લોકપ્રિયતાનો ફાયદો ઉઠવ્યો અને વિરોધી પાર્ટીઓના હુમલા પછી પણ ભગવંત માન પર દાવ રમ્યો.
- એંટી ઈનકંબેંસી - આમ આદમી પાર્ટીને સત્તા વિરોધી લહેરનો ફાયદો મળ્યો. રાજ્યમાં કોંગ્રેસ વિરુદ્ધ વોટ પડ્યા. રાજનીતિક માહિતગારોનુ માનવુ છે કે આપના કામ કરવાની રીત અને વિચારધારા મોટા ભાગે કોંગ્રેસના પૈટર્ન પર આધારિત છે. પાર્ટીના મોટાભાગના નેતા કોંગ્રેસમાંથી જ આવ્યા છે. પંજાબની જનતાએ આપને કોંગ્રેસના વિકલ્પના રૂપમાં જોઈ અને હવે સત્તા સોંપીને તેને ઉત્સવ મનાવવાની તક આપી.
-કેજરીવાલનો ચેહરો - બીજેપી જ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દમ પર પંજાબમાં ચૂંટણી લડી તો બીજી બાજુ આપ પોતાના સ્ટાર નેતા અરવિંદ કેજરીવાલના નામ પર વોટ માંગ્યા. કેજરીવાલ અને મોદીનો સામનો આ પહેલા પણ થઈ ચુક્યો છે. કેજરીવાલ 2014ના લોકસભા ચૂંટણી સમયથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ખુદને વિકલ્પના રૂપમાં રજુ કરે છે. આ જ કારણ છે કે કેજરીવાલ 2014ના લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી વિરુદ્ધ વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણીમાં ઉતર્યા હતા. જોકે કેજરીવાલને હાર મળી હતી. પણ તેઓ ત્યારબાદ પણ બીજેપી અને પીએમ મોદીને સીધો પડકાર આપતા રહ્યા છે. મોદી વિરુદ્ધ કેજરીવાલની લડાઈમાં આ વખતે કેજરીવાલને જીત મળી છે અને તેમની આ જીતની કેન્દ્રની રાજનીતિ પર પણ અસર પડશે.
-કૃષિ કાયદાને લઈને ખેડૂતોમાં બીજેપી વિરુદ્ધ ગુસ્સો જોવા મળ્યો. વિશેષજ્ઞોનુ માનવુ છે કે આપને ખેડૂતોના સારા મત મળ્યા છે. બીજેપી વિરુદ્ધ ગુસ્સાનો ફાયદો આપને મળ્યો. કોંગ્રેસ વિરોધી લહેર તો ચાલી રહી હતી. જનતાની સામે વિકલ્પના રૂપમાં આપ જ હતી. સત્તા વિરોધી લહેર અને ખેડૂતોની નારાજગીનો ફાયદો આપને મળ યો અને વોટમાં બદલાયો. પંજાબ ચૂંટણી પરિણામ