ઓલિમ્પિકના ઈતિહાસમાં માઈકલ ફેલ્પ્સનું નામ સ્વર્ણિમ અક્ષરોમાં લખાશે. આવુ થવું પણ જોઈએ કારણકે તેણે કામ જ એવું કર્યું છે. એ અત્યાર સુધી ઓલિમ્પિકમાં 21 ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધા છે. જે એક રેકાર્ડ છે. પણ આપ જાણો છો બાળપણમાં ફેલ્પ્સને ડિફિટિસ હાઈપરએક્ટિવ ડિસઓર્ડર (ADHD) ની સમસ્યા હતી. સ્વિમિંગ તેમની ઉર્જા કેંદ્રિત કરવાના રૂપે ઉપયોગ કરાઈ હતી. આ ડિસઓર્ડરમાં બાળકમાં દરેક સમયે આવેગ, બેદરકારી અને અસ્થિરતાનો ભાવ રહે છે.
ફેલ્પ્સની સફળતાનું મોટું કારણ એમના હાથની લંબાઈ. 6 ફુટ ચાર ઈંચ લાંબુ કદ અને વિંગ સ્પેન 6 ફુટ સાત ઈંચ છે.
વર્ષ 2000 સિડનીમાં તેમણે પહેલીવાર ઓલિમ્પિક માટે ક્વાલિફાઈડ કર્યા. એ અમેરિકી તૈરાક ટીમનો ભાગ બનનારા સૌથી પહેલા યુવાન હતા.
ફેલ્પ્સને શરૂઆતમાં અંડર વાટર તરવાની બીક લાગતી હતી પણ આવા સમયે એમના કોચ તેને પોતાની પીઠ પર બેસાડીને સ્વીમિંગ કરતા હતા અને આજ ફેલ્પ્સના આ સ્ટ્રોકના બાદશાહ છે.
ફેલ્પ્સ દારૂ પીને ગાડી ચલાવતા પકડાઈ ગયા એ પછી એ એટલા નિરાશ થઈ ગયા હતા કે તેમણે ત્યા સુધી કહી દીધું હતું કે હવે એ જીવવા માંગતા નથી.
એક નામી કંપનીએ ત્યારે તેમની સ્પોંશરશિપ પરત લઈ લીધી હતી. જ્યારે ફેબ્રુઆરી 2009માં એ અફીણનું સેવન કરતા હતા.
સતત ચાર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા એ પહેલા તેરાક બન્યા છે. તેમને એંથેસ ઓલંપિકમાં 6, પેઈચિંગમાં 8 અને લંડનમાં 4 ગોલ્ડ જીત્યા હતા. ફેલ્પ્સ પાસે જેટલા ગોલ્ડ મેડલ છે એટલા વિશ્વના 170થી વધારે દેશ પાસે નથી.
ફેલ્પ્સના શરીર પર તમે જે આ નિશાન જોઈ રહ્યા છો એ કપ થેરેપીના છે. આ ચીની પદ્ધતિ છે જેનાથીમાં માંસપેશીઓની અકડ દૂર થાય છે અને એમાં દુખાવો પણ થતો નથી.
રે દેશ પાસે નથી.