આખા દેશમાં ચૈત્ર નવરાત્રીની ધૂમ મચી છે. માતાના મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે. વેબદુનિયા પણ ધર્મયાત્રામાં તમને દર્શન કરાવી રહ્યુ છે ઈન્દોરની બિજાસન મતાના. મંદિરમાં ચૈત્ર નવરાત્રીના નવ દિવસ સતત શતચંડી મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. યજ્ઞનો લાભ લેવા માટે અહીં સવારથી જ ભક્તોની લાંબી લાઈન લાગી જાય છે. મંદિરમાં માતાની પાષાણ મૂર્તિઓ વિરાજેલી છે.
વેષ્ણવદેવીની મૂર્તિઓની જેમ અહીં પણ માઁની પાષાણ પિંડિયો છે. મંદિરના પૂજારીઓનુ માનવુ છે કે આ પિંડિયો સ્વયંભૂ છે. આ મૂર્તિઓ અહીંયા ક્યારથી સ્થાપિત છે, તે વિશે કોઈ એતિહાસિક પુરાવા નથી. પુજારીઓનુ કહેવુ છે કે સેકડો વર્ષોથી આ પિંડિઓ અહી સ્થાપિત છે, જેમની અહીંયા નિવાસી પૂજા-અર્ચના કરતા હતા.
પહેલા આ ટેકરી હોલકર રાજઘરાનાની શિકાર કરવાની જગ્યા મનાતી હતી. એક વાર શિકાર રમતે વખતે રાજ ઘરાનાના સભ્યોની નજર આ મંદિર પર પડી ત્યારે 1920માં અહીં પાકુ મંદિર બાંધવામાં આવ્યુ. ત્યારથી માંડીને આજ સુધી અ મંદિરમાં ભક્તોની ભીડ જામેલી રહે છે. અહીં આવનારા ભક્તોનુ કહેવુ છે કે અહીં માંગેલી ઈચ્છા જરૂર પૂરી થાય છે. મંદિરના આંગણમાં એક પવિત્ર તળાવ પણ છે. આ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ છે. મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તોની માન્યતા છે કે માછલીઓને દાણા ખવડાવવાથી પુણ્ય મળે છે અને માઁ તેમના મનની ઈચ્છા જરૂર પૂરી થાય છે.
W.D
મંદિરમાં દરેક નવરાત્રીએ મેળો ભરાય છે. ટેકરીની ઉપરથી શહેરનુ મનમોહક દ્રશ્ય જોવા મળે છે. મંદિરની પાસે જ બીજી ટેકરીઓ પર ગોમ્મટગિરિ અને હીંકારગિરિ નામના પવિત્ર જૈન સ્થળ છે. અહીં દર વર્ષે જૈનમુનિ ચર્તુરમાસ ના સમયે આવે છે.
કેવી રીતે જશો ? ઈન્દોરને મધ્યપ્રદેશની વ્યવસાયિક રાજધાની માનવામાં આવે છે. આ દેશના એક મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ(આગ્રા-મુંબઈ) સાથે સંકળાયેલો છે. તમે દેશના કોઈ પણ ભાગથી અહીં રોડ, રેલ કે વાયુ માર્ગથી સરળતાથી પહોંચી શકે છે. આ મંદિર ઈન્દોર એયરપોર્ટથી ફક્ત બે મિનિટના અંતરે આવેલુ છે.