ધર્મયાત્રામાં આ વખતે દર્શન કરો જગ પ્રસિધ્ધ દેવાસવાળી માતાના. દેવાસ ટેકરી પર આવેલ માઁ ભવાનીનુ આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. લોક માન્યતા છે કે આ દેવીમાઁના બે સ્વરૂપો પોતાની જાગૃત અવસ્થામાં છે. આ બંને સ્વરૂપોને નાની માતા અને મોટી માતાના નામથી ઓળખવામાં આવે છે. મોટી માતાને તુળજા ભવાની અને નાની માતાને ચામુંડા દેવીનુ સ્વરૂપ માનવામાં આવે છે.
અહીંના પૂજારીનુ કહેવુ છે કે મોટી માઁ અને નાની માઁ ની વચ્ચે બહેનનો સંબંધ હતો. એક વાર બંને બહેનોમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ ગયો... વિવાદથી ક્ષુબ્દ થયેલી બંને માતાઓ પોતાનુ સ્થાન છોડીને જવા લાગી. મોટી માતા પાતાળમાં સમાવવા લાગી અને નાની માતા પોતાના સ્થાન પરથી ઉભી થઈ ગઈ... અને ટેકરી છોડીને જવા લાગી. માતાઓને ક્રોધિત જોઈ તેમના મિત્રો (કહેવાય છે કે હનુમાનજી માતાની ધ્વજા લઈને આગળ અને ભેરુબાબા માઁ નુ કવચ બનીને માતાઓની પાછળ ચાલે છે) હનુમાન ભગવાન અને ભેરુબાબાએ તેમને ગુસ્સો શાંત કરીને રોકાવવાની વિનંતી કરી. ત્યારસુધી તો માતાનુ ધડ પાતાળમાં સમાઈ ચૂક્યુ હતુ, તે એ જ સ્થિતિમાં ટેકરીમાં રોકાઈ ગયા. બીજી બાજુ મોટી માતા ટેકરી પરથી નીચે ઉતરી રહી હતી. તે રસ્તામાં અવરોધ આવતા વધુ ગુસ્સે થઈ ગઈ અને જે અવસ્થામાં નીચે ઉતરી રહી હતી એ જ અવસ્થામાં ટેકરી પર રોકાઈ ગઈ.
IFM
આ રીતે આજે પણ માતાઓ પોતાના આ જ સ્વરૂપોમાં દેવાસની ટેકરી પર બિરાજમાન છે. અહીંના લોકોનુ કહેવુ છે કે માતાઓની આ મૂર્તિઓ સ્વયંસિધ્ધ છે અને જાગૃત સ્વરૂપમાં છે. સાચા મનથી અહીં જે પણ માનતા માંગે છે, તે હંમેશા પૂરી થાય છે. આ સાથે જ દેવાસના સંબંધમાં એક બીજી લોક માન્યતા એ છે કે આ પહેલુ એવુ શહેર છે કે જ્યાં બે વંશ રાજ કરતા હતા - પહેલો હોલકર રાજવંશ અને બીજો પવાર રાજવંશ. મોટી માતા તુળજા ભવાની હોલકર વંશની કુળદેવી છે અને નાની માતા ચામુંડા દેવી પવાર વંશની કુળદેવી.
ટેકરીમાં દર્શન કરનારા શ્રધ્ધાળુઓ મોટી અને નાની માતાની સાથે સાથે ભૈરવબાબાના દર્શન કરવા અનિવાર્ય માને છે. નવરાત્રીના દિવસે અહીં દિવસ રાત લોકોની ભીડ લાગેલી રહે છે. આ દિવસો દરમિયાન માતાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.
કેવી રીતે જશો ?
W.D
હવાઈમાર્ગ - અહીંનુ નજીકનુ હવાઈ મથક મધ્યપ્રદેશની વ્યવસાયિક રાજધાની કહેવાતી ઈન્દોર શહેરમાં આવેલ છે. રોડમાર્ગ - આ શહેર રાષ્ટ્રીય રાજમાર્ગ આગ્રા-મુંબઈ સાથે જોડાયેલો છે. આ માર્ગ માતાની ટેકરીની પાસે થઈને જ જાય છે. આના નજીકનુ મોટુ શહેર ઈન્દોર છે, જે અહીંથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલુ છે. ઈન્દોરથી તમે બસ કે ટેક્સી લઈને દેવાસ જઈ શકો છો. રેલ્વેમાર્ગ - ઈન્દોર શહેરમાં રેલમાર્ગ મોટા પાયે વિક્સેલુ છે. ઈન્દોર આવીને તમે ટ્રેન દ્વારા દેવાસ જઈ શકો છો.