ધર્મયાત્રામાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ સંત સિંગાજી મહારાજની સમાધિ સ્થળ પર. સંત કબીરના સમકાલીન સિંગાજી મહારાજની સમાધિ ખંડવા(મધ્યપ્રદેશ)થી લગભગ 35 કિમી દૂર પીપલ્યા ગ્રામમાં બનેલી છે. ગવલી સમાજમાં જન્મેલા સિંગાજી એક સાધારણ વ્યક્તિત્વના માલિક હતા, પરંતુ મનરંગ સ્વામીના પ્રવચનો અને તેમના સાનિધ્યના સિંગાજીનુ હૃદય પરિવર્તિત કરી દીધુ અને તે ધર્મની રાહ પર ચાલી નીકળ્યા.
માલવા-નિમાડમાં અત્યંત પ્રસિધ્ધ સિંગાજી મહારાજે પોતાના જીવનકાળમાં ગૃહસ્થ હોવા છતાં પણ નિર્ગુણ ઉપાસના કરી. તેમને તીર્થ વ્રત વગેરેમાં વિશ્વાસ નહોતો. તેમનુ કહેવુ હતુ કે બધા તીર્થો મનુષ્યના મનમાં જ છે, જેણે પોતાના અંતર્મનને જોઈ લીધુ તેણે બધા તીર્થોનુ ફળ મળી ગયુ. સિંગાજી મહારાજે પોતાની આલૌકિક વાણીથે તત્કાલિન સમાજમાં વ્યાપક પરિવર્તન કર્યુ.
એકવાર તેમને ઓકારેશ્વર જ્યોર્તિલિંગ જવા માટે કહેવામાં આવ્યુ તો તેમણે કહ્યુ જ્યાં પથ્થર અને પાણી છે ત્યાં જ તીર્થ છે એવુ કહીને તેમણે પીપલ્યાની નજીક વહેતા નાળાના પાણીને ગંગા સમાન માનીને તેમા સ્નાન કરી લીધુ. સિંગાજી મહારાજે પોતાના જીવન દરમિયાન કોઈ મંદિર કે પૂજા સ્થળ ન બનાવ્યા. કહેવાય છે કે સંત સિંગાજી મહારાજને સાક્ષાત ઈશ્વરે દર્શન આપ્યા હતા.
પોતાના ગુરૂના કહેવાથી સિંગાજી મહારાજે શ્રવણ શુક્લ નવમીના દિવસે ભગવાનનુ સ્મરણ કરતા પોતાનુ શરીર ત્યજી દીધુ. કહેવાય છે કે અંતિમ ઈચ્છાનુ પાલન ન થતા સમાધિ આપ્યાના છ મહિના પછી સિંગાજી મહારાજે પોતાના શિષ્યોને સપનામાં જઈને તેમના આડા સૂવાડેલા શરીરને બેસીને આસનના રૂપમાં સમાધિ આપવાનો નિર્દેશ કર્યો. જેનુ પાલન કરતા સમાધિ પરથી તેમનો અખંડ દેહ કાઢીને તેમણે પુન: સમધિ આપવામાં આવી.
સિંગાજી મહારાજની સમાધિ સ્થળ ઈન્દિરા સાગર પરિયોજનાના ડૂબ ક્ષેત્રમાં આવવાને કારણે તે સ્થળની આસપાસ 50-60 ફૂટના પરપોટાથી સુરક્ષિત કરી ઉપરની બાજુ મંદિરનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. નિરમણ કાર્ય ચાલવાને કારણે ભક્તોને દર્શન માટે સંત સિંગાજી મહારાજની ચરણ પાદુકાઓ કામ ચલાઉ રૂપે નજીકના પ્રાંગણમાં ખસેડવામાં આવી છે.
W.D
શ્રધ્ધાળુઓને વિશ્વાસ છે કે અહીં ઉંધો સાથિયો બનાવવાથી માંગવામાં આવતી ઈચ્છા જરૂર પૂરી થાય છે. ઈચ્છા પૂરી થતા શ્રધ્ધાળુ સિંગાજીના દરબારમાં સીધો સાથિયો બનાવીને પોતાની આસ્થા પ્રગટ કરે છે. સિંગાજીની પરિનિર્વાણના પછી આજે પણ તેમની યાદમાં શરદ પૂનમની દિવસે અહીં મેળો ભરાય છે. હજારો શ્રધ્ધાળુઓ તેમની સમાધિની આગળ માથુ ટેકવે છે.
કેવી રીતે જશો ? રોડદ્વારા - આ સ્થળે જવા માટે ખંડવાથી દરેક 30 મિનિટે બસ મળી રહે છે.
રેલ માર્ગ - ખંડવાથી બીડ રેલ્વે સ્ટેશન, જે પીપલ્યા ગ્રામથી 3 કિ.મી દૂર આવેલુ છે, સુધી શટલ ટ્રેનની સગવડ મળી રહે છે.