પંચમ પાટીદાર વિદ્યારત્ન સંસ્થા દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન અને ભાજપના નેતા દિલિપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંઘાણીએ ઉપસ્થિત જન સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ સંપન્ન સમાજ છે. પાટીદારોને આંદોલન કરવાની કે અનાતની કોઇ જરૂર નથી. સરકારને ઉથલાવવા અંગેની પ્રવૃતિથી આપણે દુર રહેવું જોઇએ. સરદાર પટેલ સર્વ સ્વિકૃત નેતા હતા અને તેમના નામે આંદોલનનો પલીતો ન ચાંપવો જોઇએ. આ નિવેદન નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ બેંક્સના અધ્યક્ષ સંઘાણીએ કરતાં ઉપસ્થિત પાટીદારોમાં સોપો પડી ગયો હતો. સંઘાણીના આ નિવેદનના પગલે ઉપસ્થિત પાટીદાર સમુદાયમાં રોષ જાગ્યો હતો અને વચ્ચે જ તેમના નિવેદન પર રોષ ઠાલવીને વિરોધ કર્યો હતો.
પાટીદાર સમાજનું વર્ચસ્વ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષોમાં છે. પરંતું, ભાજપ પાર્ટી પાટીદારોની વોંટબેંક પર મોટો મદાર રાખે છે. હાલમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનની આગ રાજ્યભરમાં પ્રજળી રહી છે. રાજ્યભરના મુખ્ય શહેરોમાં પાટીદાર અનામત રેલીઓને પ્રચંડ આવકાર પણ મળ્યો છે. સરકાર પણ આ અંગે ઉંઘતી ઝડપાઇ છે. પ્રથમ વખત જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણામાં પાટીદાર અનામતની રેલી નિકળી ત્યારે, સરકાર સહિત મિડીયાએ પણ તેને કોઇ ગંભીરતાથી લીધી નહોતી. આજે જ્યારે, આ આંદોલન ઉગ્ર બની રહ્યું છે અને ભાજપ સરકારને પણ ગંભીરતાથી વિચારતા કરી મુક્યા છે. રાજ્ય સરકારે સાત પ્રધાનોની એક સમિતિ બનાવીને પાટીદારોના પ્રશ્ન સંદર્ભે સંવાદ કરવા મજબૂર કર્યા છે.
ભાજપ પાટીદાર નેતૃત્વની ફોજ ધરાવે છે અને તેની જીતનો મદાર પણ આ વોટબેંક પર રહેલો છે. પાટીદારોનો સમૂહ ખોંખારો ખાઇને વિરોધ નથી કરી શકતો પણ સમયાંતરે વિરોધાભાસી નિવેદનોથી અંદરૂની ઉકળાટનો ખ્યાલ આપે છે. ભાજપના નેતાઓ અંદરથી આંદોલન સાથે જોડાયેલા હોય કે ન હોય પણ તેમની અંદરૂની કડવાહટ બહાર આવી જાય છે. અગાઉ મુખ્યપ્રધાન આનંદીબેન, રાજ્યકક્ષાના કેન્દ્રિય પ્રધાન મોહન કુંડારીયા, રાજ્યના કેબિનેટ પ્રધાન નીતિન પટેલ સહિત પાટીદાર સમાજના ભાજપના અનેક નેતાઓ પાટીદારોને અનામત વિરોધી નિવેદનો આપી ચુક્યા છે.
ભાજપ આ આંદોલનને કોઇ એક રાજકીય રંગ આપવાનો ભલે પ્રયાસ કરે અને કોંગ્રેસ પ્રરીત હોવાનો દોષ ઠાલવે. પરંતું, ભાજપના આ વિરોધના કારણે કોંગ્રેસને પરોક્ષ ફાયદો મળી શકે છે. સંઘાણી જેવા પાટીદાર નેતાઓના વિવાદી નિવેદનોથી પાટીદાર જૂથમાં રોષ થાય