પાટીદારો સમાધાન - જ્યાં સુદી હાર્દિક પટેલ જેલમાંથી બહાર નહી ત્ય સુધી કોઈ સમાધાન નહી

મંગળવાર, 12 એપ્રિલ 2016 (14:03 IST)
ગુજરાત સરકાર પાટીદારો સાથે સમાધાનના નામે બેઠકો કરવાનું નાટક કરી રહી છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)એ એલાન-એ-જંગ કરી દીધો છે. પાસ તરફથી એકદમ આક્રમક વલણ અપનાવીને જાટવાળી કરવાનું નક્કી કરીને જાહેર કરાયું છે કે જ્યાં સુદી હાર્દિક પટેલ સહિતના પાટીદાર આંદોલનકારીઓ જેલમાંથી બહાર ના આવે ત્યાં સુધી સરકાર સાથે કોઈ સમાધાન નહીં થાય કે સરકારની કોઈ વાતનો સ્વીકાર નહીં થાય.

પાસના પ્રવક્તા વરૂણ પટેલે મુખ્યમંત્રી અને પાટીદાર અનામત આંદોલનને થાળે પાડવા રચાયેલી મંત્રીઓની સમિતિ સાથેની બેઠક પહેલાં જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, અનામત માટે સરકારે રચેલી કમિટી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને કોઈ નવું પેકેજ જાહેર કરે કે ના કરે, અમને કોઈ ફરક પડતો નતી કેમ કે આ પેકેજ અમારા માટે નવી લોલીપોપ સમાન જ હશે. અમે હવે સ્પષ્ટ છીએ કે જ્યાં સુધી જેલમાં બંધ હાર્દિક પટેલ સહિતના પાટીદાર આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચી તમામને જેલમાંથી મુક્ત ન કરે ત્યાં સુધી સરકારની કોઈપણ જાહેરાતનો બહિષ્કાર કરવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલનને થાળે પાડવા રચાયેલી મંત્રીઓની સમિતિએ સોમવારે મોડી સાંજ સુધી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.  લગભગ બે કલાકની ચર્ચા પછી પણ સત્તાવાર રીતે સરકાર તરફથી પાટીદારો માટે કોઈ જ મહત્વની જાહેરાત નહોતી થઈ. અનામત માટે આંદોલને ચઢેલા પાટીદારોને આ વાતનો અણસાર આવી ગયો હોય તેમ  તેમણે સરકાર કંઈ પણ કહે તે પહેલાં જ આક્રમક વલણ અપનાવી એવી ઘોષણા કરી નાંખી હતી કે, જ્યાં સુધી સરકાર જેલમાં રહેલા પાટીદારોને છોડશે નહીં ત્યાં સુધી સરકારની કોઈપણ પ્રકારની જાહેરાતનો બહિષ્કાર કરીશું.

વેબદુનિયા પર વાંચો