જેલમાં પટેલ યુવાનના મોત બાદ મહેસાણામાં હવે ગર્જના કરવી પડશે: હાર્દિક પટેલ

બુધવાર, 7 જૂન 2017 (12:47 IST)
આજથી બે દિવસ પહેલાં ચોરીના આક્ષેપમાં મહેસાણા પોલીસ દ્વારા એક પટેલ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યુવકને પોલીસે આરોપીને ઢોર માર મારતા પોલીસ કસ્ટડીમાં મોત થયાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. પટેલના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મહેસાણામાં પાટીદાર યુવાનને પોલીસ દ્વારા ઢોર માર મારતા મૃત્યુ થયું છે. પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે હજારો પાટીદાર યુવાનો ભેગા થયા છે છતાં પણ પોલીસ દ્વારા ઉડાવું જવાબ આપવામાં આવે છે. મને છેલ્લા 15 મહિનાથી મહેસાણા જિલ્લામાં પ્રતિબંધ ફરમાવેલ છે. મહેસાણા અનામત આંદોલનમાં મહત્વનું સેન્ટરછે. મહેસાણામાં હવે ગર્જના કરવી પડશે. રાજકારણની આડમાં સમાજને તોડવાનું કામ ચાલી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો