મહેસાણામાં પાટીદાર આંદોલન

મંગળવાર, 5 એપ્રિલ 2016 (14:23 IST)
પાટીદારોના જેલભરો આંદોલન પહેલા જ આજથી 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. હાલ મળતી માહિતી પ્રમાણે એસપીજીના રાષ્ટ્રીય અધ્‍યક્ષ લાલજી પટેલે 17 એપ્રિલના દિવસે મહેસાણાથી જેલભરો આંદોલન શરૂ કરવાની જાહેરાતને પગલે આ કલમ લાગુ પાડી છે. આ કલમ હેઠળ 18 એપ્રિલ સુધી ચાર કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, જિલ્લા પોલીસ વડાના પત્રને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ રમેશ મેરજા દ્વારા આ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. અને આજથી એટલે કે 4 એપ્રિલ સવારે નવ કલાકથી 18 એપ્રિલ સુધી રાત્રીના બાર કલાક સુધી આ કલમ અમલમાં રહેશે. આ જાહેરનામું મુંબઇ પોલીસ એક્ટ 37-3 મુજબ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ કલમ અનુસાર જાહેર સ્થળો પર ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ છે, અને જો કોઇ પણ વ્યક્તિ કલમ 144 નું ભંગ કરશે તો તે સજાને પાત્ર બનશે.

વેબદુનિયા પર વાંચો