બીજીંગ ઓલિમ્પિકના 13મા દિવસની સવારે એક વખત ફરીથી ભારતની શરૂઆત હારથી થઈ હતી. ટેબલ-ટેનિસમાં ભારતનો બધો જ પડકાર બુધવારે અંચલ શરત કમલની હાર સાથે સમાપ્ત થઈ ગઈ હતી.
પહેલા દાવમાં સ્પેનિશ ખેલાડીની વિરુદ્ધ 4-2થી મુકાબલો જીતીને શાનદાર શરૂઆત કરનાર અંચત બુધવારે સવારે બીજા દાવની અંદર ઓસ્ટ્રેલીયાના ચેન વેક્સિંગથી 104થી હારીને બહાર થઈ ગયાં હતાં.
કુશ્તીમાં મંગળવારે યોગેશ્વર દત્તનો પડકાર પહેલા દાવની અંદર જ સમાપ્ત થઈ ગયો હતો. 60 કિ.ગ્રા. વર્ગમાં જાપાનના કેનીચી યૂમોતોએ યોગેશ્વર દત્તને પરાજીત કરી દિધો હતો.
અને આ વાર્તાને સુશીલ કુમારે બુધવારે આગળ ધપાવી હતી. સુશીલ કુમાર 66કિ.ગ્રા. ફ્રી સ્ટાઈલ વર્ગના પહેલા દાવમાં જ યૂક્રેનના એંદ્રીએ સ્ટાડનિકથી હારી ગયાં હતાં.
કુશ્તીની અંદર હવે ભારતનો ત્રીજો અને છેલ્લો પડકાર બાકી છે જેમાં રાજીવ તોમર 120 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલમાં લડશે.