લંડનમાં સુવર્ણ પદક જીતીશ: સુશીલકુમાર

ભાષા

મંગળવાર, 26 ઑગસ્ટ 2008 (19:27 IST)
બીજિંગ ઓલિમ્પિકમાં 58 વર્ષ બાદ ભારતને કુશ્તીમાં પદક અપાવનાર પહેલવાન સુશીલ કુમારે જણાવ્યુ કે હાલમાં તેમની નજર 2010ના એશિયાડ અને રાષ્ટ્રમંડલના રમત પર ટકી છે. તેમજ તેમણે રાષ્ટ્રવાસીઓને 2012 લંડન ઓલિમ્પિકમાંથી સુવર્ણ પદક મેળવીને જ આવીશ એવુ વચન આપ્યુ હતું.

બીજિંગમાંથી ભારત પરત ફરેલા આ પહેલવાને હવાઈમથક પર પત્રકારો સાથે થયેલી વાતચીતમાં કહ્યુ હતું કે હુ આવતી વખત 2012 ઓલિમ્પિકમાં જરૂર સુવર્ણ પદક લઈને આવીશ.

સુશીલ કુમારે તેની જીતનો શ્રેય સતપાલને આપ્યો હતો. અને કહ્યુ કે સતપાલે મને દરેક તબ્બકે રણનીતિ ગઢવામાં મારી હતી.રેપેચેજમાં હું તેમના માર્ગદર્શનથી જ જીતી શક્યો હતો.

વેબદુનિયા પર વાંચો