બીજિંગ ઓલિમ્પિક 08-08-08ના રોજથી શરૂ થનાર છે. આ દિવસને ચીન ઉપરાંત દુનિયાના ઘણા રાષ્ટ્રો શુભ માને છે. એટલે તેઓ જીવનના મહાત્વના કાર્યોની શરૂઆત આ દિવસથી કરે છે. જેમાં ખાસ કરીને લગ્નનો ક્રેઝ વધારે જોવા મળે છે.
બીજિંગ ઓલિમ્પિકની શરૂઆત પણ 8/8/08 ના રોજ થવાની છે ત્યારે ઘણા ખેલાડીઓ પોતાની કાર્કિર્દીની શરૂઆત કરશે અને ઘણા યુગલો પોતાના જીવનની શુભ શરૂઆત પણ આ દિવસે કરવા જઈ રહ્યા છે.
ચીનમાં આ દિવસે લગ્નગ્રંથીએ જોડાવા માટે 16400 યુગલોએ અરજીઓ કરેલી છે. ચીનના નાગરિકો આ તિથિને શુભ માને છે. અને ઓલિમ્પિક્ની શરૂઆત પણ આ દિવસે આયોજનબદ્ધ રાખવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર 12400 યુગલોએ રુબરૂ આવીને અને બાકીનાઓએ ઈંટરનેટ દ્વારા અરજીઓ મોકલાવી છે. આ દિવસે વિવાહ કાર્યાલયો સવારના છ વાગ્યાથી લઈને રાત્રે છ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.