સામગ્રી - 70 ગ્રામ લૈબનો ખીમો, 20 ગ્રામ માખણ, 10 ગ્રામ ચિલગોજા, 10 ગ્રામ કોર્નફ્લોર, 15 ગ્રામ પલાળેલા બાસમતી ચોખા, 15 ગ્રામ ધાણા, 20 ગ્રામ લીલા મરચાં, 200 ગ્રામ મટનનો ખીમો, 20 ગ્રામ ડુંગળી, 40 ગ્રામ લસણ, સ્વાદમુજબ મીઠુ અને કાળામરી.
બનાવવાની રીત - લૈબનો ખીમો બનાવીને તેમા અડધુ મટનનો ખીમો, ડુંગળી, લસણ, લીલા મરચાં, ધાણા અને પલાળેલા બાસમતી ચોખા ભેળવીને પેસ્ટ બનાવી લો.
હવે કિબ્બેહની અંદર ભરવા માટે બચેલા મટનના ખીમાને સારી રીતે સેકી લો.
પછી મીઠુ, અને સફેદ મરચુ ભેળવો. હવે થોડો બીફ પેસ્ટ લો અને તેમ મટનનો ખીમો ભરીને કિબ્બેહને તમારા મનપસંદ આકારમાં તૈયાર કરો. હવે તળીને ગરમા-ગરમ સર્વ કરો.