Lasooni Chicken Recipe: જો તમે નોનવેજ લવર છો અને દરેક વીકેંડ પર તમારા રસોડામાં કંઈક નવુ ટ્રાય કરો છો તો આ વીકેંડ ટ્રાય કરો લસણિયા ચિકનની આ ટેસ્ટી રેસ્પી. જી હા આ રેસ્પી ચિકની રૂટિન રેસીપીથી એકદમ જુદી અને ટેસ્ટી છે. આ રેસીપીમાં ચિકનના ટુકડાને દહી, લસણ અને લીલા મરચા સાથે કોલસા પર ગ્રિલ કરવામાં આવે છે. તો આવો જાણીએ ઢાબા સ્ટાઈલ લસણિયા ચિકનની ઝટપટ રેસીપી
લસણિયા દહી ચિકન બનાવવા માટે, સૌથી પહેલા ચિકનમાં ઝીણું સમારેલું લસણ, આદુની પેસ્ટ, કાજુની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ નાખીને ચિકનને દહીંમાં મેરીનેટ કરો. હવે તેમાં સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, કાળું મીઠું, ચાટ મસાલો, ક્રીમ અને પનીર ઉમેરો.