- સૌ પ્રથમ આખા મસાલાને મિક્સરમાં નાખીને બારીક વાટી લો.
- ત્યારબાદ ચિકનના ટુકડાને સારી રીતે ધોઈ લો અને કિચન પેપર વડે પાણીને સૂકવી લો.
- હવે એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ મુકો અને તેને ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલા મસાલા, જીરું, તજ, લવિંગ, તમાલપત્ર અને એલચી નાખીને 15-20 સેકન્ડ માટે ફ્રાય કરો.
- આ પછી તેમાં ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો.
હવે તેમાં ટામેટા, લાલ મરચું પાવડર, હળદર પાવડર, જીરું પાવડર અને ધાણા પાવડર ઉમેરીને 5 મિનિટ માટે સાંતળો.
હવે તેમાં ચિકનના ટુકડા અને મીઠું નાખીને 5-7 મિનિટ પકાવો.
આ પછી, એક કપ પાણી ઉમેરો, પેનનું ઢાંકણું બંધ કરો અને ચિકનને 20 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો.
- નિર્ધારિત સમય પછી ફ્લેમ બંધ કરી દો.
- તૈયાર છે ચિકન મસાલો. લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.