માતાજીના 51 શક્તિપીઠ: વિશાલાક્ષી શક્તિપીઠ વારાણસી -4

બુધવાર, 4 ઑક્ટોબર 2023 (15:57 IST)
Vishalakshi Shaktipeeth varanasi- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને 
વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ. 
 
વિશાલાક્ષી શક્તિપીઠ - તંત્રચુડામણિના મુજબા ઉત્તર પ્રદેશના કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર માતાના જમણા કાનના મણિજડીત કુંડળ પડ્યા હતા. તેની શક્તિ છે વિશાલાક્ષી મણિકર્ણી અને ભૈરવના કાળ ભૈરવ કગે છે. સાત પવિત્ર પુરિયોમાં થી એક કાશીને વારાણસી અને બનારસ પણ કહે છે. આ મંદિર કાશી વિશ્વનાથ મંદિરથી થોડે દૂર મેરઘાટ વિસ્તારમાં આવેલું છે, જ્યાં વિશાલાક્ષી ગૌરીની પૂજા થાય છે.અહીં વિશાલક્ષેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર અને શિવલિંગ પણ છે.
 
કાશી વિશાલાક્ષી મંદિરનુ વર્ણન દેવીપુરાણમાં કર્યુ છે. દેવીપુરાનમાં 51 શક્તિપીઠોના વર્ણન છે દેવી ભાગવતના 108 શક્તિપીઠોમાં સર્વપ્રથમ વિશાલાક્ષીના નામનો ઉલ્લેખ મળે છે. સ્કંદ પુરાણ અનુસાર, નવ ગૌરીઓમાં વિશાલાક્ષી પાંચમી છે અને ભગવાન શ્રી કાશી વિશ્વનાથ તેમના મંદિરની નજીક વિશ્રામ કરે છે.
 
પૌરાણિક પરંપરા મુજબ વિશાલાક્ષી માતાજીને ગંગા સ્નાના પછી ધૂપ-દીપ, સુગંધિત, હાર અને મોતીના ઝવેરાત, નવા કપડા વગેરે ચઢાવાય છે. દેવી વિશાલાક્ષીની પૂજાથી સૌંદર્ય અને ધનની પ્રાપ્તિ હોય છે. અહીં દાન, જપ અને યજ્ઞ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે જો અહીં 41 મંગળવારે 'કુમકુમ' પ્રસાદ ચઢાવવામાં આવે છે, તો માતા દેવી પ્રસન્ન થશે અને બધા ભક્તોને આશીર્વાદ આપી ઈચ્છાઓ પૂરી કરે છે.

Edited By-Monica Sahu

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર