ગુપ્ત નવરાત્રિમાં નવદુર્ગાને લગાડો ખાસ ભોગ, થઈ શકે છે આ લાભ

રવિવાર, 29 જાન્યુઆરી 2017 (12:00 IST)
ભારતીય સંસ્કૃતિમાં નવારાત્રિમાં દુર્ગા પૂજન કરવાની પ્રથા ખૂબ જૂની છે. વર્ષભરમાં ઉજવતા બધા તહેવારોમાં જ્યાં એક વાર ઉજવાય છે ત્યાં જ નવરાત્રિ બે વાર આવે છે . જેમાં દેવી અને કન્યા પૂજનની મહિમા છે. આશ્વિન માસમાં આવતી નવરાત્રિ શારદીય અને દુર્ગા નવરાત્રી અને ચૈત્ર માસમાં આવતા નવરાત્રી વાસંતિક , રામ અને ગૌરી નવરાત્રી કહેવાય છે. 
નવરાત્રિમાં દરરોજ દેવીના જુદા-જુદા રૂપોનું  પૂજન  અને ઉપાય કરીને માતાને પ્રસન્ન કરાય છે. નવરાત્રિમાં પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી  માતાને મનગમતો ભોગ લગાવીને ગરીબોમાં  વિતરિત કરવાથી માતાનો આશીર્વાદ કાયમ  રહે છે. 

માં દુર્ગા શ્રી શૈલપુત્રી 
પ્રથમ નોરતામાં માતા દુર્ગાની શૈલપુત્રીના રૂપમાં પૂજા કરાય છે. પર્વતરાજ હિમાલયની પુત્રી શૈલપુત્રીની પૂજા કરવાથી સિદ્ધી આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે. માતાનું  વાહન વૃષભ છે એમને ગાયનું  ઘી અને એનાથી બનેલા પદાર્થોનો  ભોગ લગાવાય  છે. 
માં દુર્ગા શ્રી બ્રહ્મચારિણી 
 
બીજા નોરતામાં માતા બ્રહ્મચારિણી અને તપશ્ચારિણી રૂપમાં પૂજન કરાય છે. જે સાધક માતાના આ રૂપમાં પૂજા કરે છે . એને તપ , ત્યાગ  ,વૈરાગ્ય , સંયમ અને સદાચારની પ્રાપ્તિ હોય છે અને જીવનમાં એ વાતનો સંકલ્પ કરી લે છે એને પૂરા કરીને જ રહે છે . માંને ખાંડના ભોગ પ્રિય છે. 
 
માં દુર્ગા શ્રી ચંદ્રઘટા 
માતાના આ રૂપમાં માથા પર ઘટના આકારના અડધો ચંદ્ર બન્યો  હોવાના કારણે એમનું  નામ ચંદ્રઘટા પડ્યું અને ત્રીજા રૂપમાં એમની પૂજા કરાય છે અને માતાની કૃપાથી સાધકને  બધા કષ્ટોથી છુટકારો મળી જાય છે. વાઘની સવારી કરતી માતાને દૂધનો ભોગ પ્રિય છે. 
 

માં દુર્ગા શ્રી કુષ્માંડા 
એમના ઉદરથી બ્રહ્માંડને ઉત્પન્ન કરતી માતા કુષ્માંડાની પૂજા ચોથા નવરાત્રિમાં કરવાનું  વિધાન છે. એમની આરાધના કરતા ભક્તો બધા પ્રકારના રોગ અને કષ્ટ મટી જાય છે અને સાધકને માતાની ભક્તિના સાથે આયુ , યશ અને બળની પ્રાપ્તિ પણ સરળ રીતે થઈ જાય છે. 
 
માં ને ભોગમાં માલપુઆ ખૂબ પ્રિય છે. 
 

માં દુર્ગા શ્રી સ્કંદમાતા 
પાંચમા નવરાત્રામાં આદિશક્તિ માતા દુર્ગાની સ્કંદમાતાના રૂપમાં પૂજા હોય છે. કુમાર કાર્તિકેયની માતા હોવાના કારણે એમનો નામ સ્કંદમાતા પદ્યું. એમની પૂજા કરતા સાધક સંસારના બધા સુખોને ભોગીને અંતમાં મોક્ષ પદ પ્રાપ્ત થાય છે. એમના જીવનમાં કોઈ પણ પ્રકારની વસ્તુના કોઈ અભાવ રહેતો નથી. એને પદ્માસનાદેવી પણ કહે છે. માંનું  વાહન સિંહ છે 
 
એમને કેળાના ભોગ ખૂબ પ્રિય છે. 

માં દુર્ગા શ્રી કત્યાયની 
મહર્ષિ કાત્યાયનની તપ્સ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિ માં દુર્ગાએ એમના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લીધો  અને એમનું  કાત્યાયની નામ પડ્યુ.  છઠ્ઠી નવરાત્રિમાં માતા આ રૂપમાં પૂજા કરાય છે. માતાની કૃપાથી સાધકને ધર્મ , અર્થ કામ અને મોક્ષ વગેરે ચારે ફળોની જયાં પ્રાપ્તિ થાય છે ત્યાં જ અલૌકિક તેજથી અલંકૃત થઈને દરેક પ્રકારના ભય શોક અને દુ:ખોથી મુક્ત થઈને ખુશહાલ  જીવન વ્યતીત કરે છે. 
 
માતાને મધ ખૂબ પ્રિય છે. 

માં દુર્ગા શ્રી કાલરાત્રિ 
બધા રાક્ષસો માટે કાલરૂપ બનીને આવી માં દુર્ગાના આ રૂપની પૂજા સાતમા નવરાત્રમાં કરાય છે. માંના સ્મરણ માત્રથી બધા પ્રકારના ભૂત , પિશાચ અને ભય સમાપ્ત થઈ જાય છે. માંની કૃપાથી ભાનચૂક જાગૃત થાય છે . 
 
માં ને ગોળના ભોગ વધારે પ્રિય છે. 
 
 
 
 
 
માં દુર્ગા શ્રી મહાગૌરી 
આદિશક્તિ માં દુર્ગાના મહાગૌરી રૂપની પૂજા આઠમા નવરાત્રમાં કરાય છે. માંના કાળી રૂપમાં આવ્યા પછી ઘોર તપસ્યા કરી અને  ફરી ગૌર વર્ણ મળ્યો  અને મહાગૌરી તરીકે ઓળખાયા. માંનું  વાહન બળદ છે અને માં ને શીરાનો  ભોગ લગાવાય છે બધા અષ્ટમીનું  પૂજન કરીને માંને શીરો પૂરીનો ભોગ લગાવે છે . માંની કૃપાથી સાધકના બધા કષ્ટ મટી જાય છે અને એને આર્થિક લાભ પણ મળે છે. 
માં દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી 
નવમા નવરાત્રમાં માં ના આ  રૂપની પૂજા અને આરાધના કરાય છે. જેમના નામ પરથી જ સ્પષ્ટ છે માતાનું આ  રૂપ સાધકને  બધા પ્રકારની રિદ્ધિ અને સિદ્ધિ પ્રદાન કરે છે. જેના પર માંની કૃપા હોય છે એના માટે જીવનમાં કઈપણ  મેળવું અશક્ય નહી રહે. માં ને ખીર ખૂબ પ્રિય છે આથી

માંને ખીરનો  ભોગ લગાડવો  જોઈએ.  
 
 

વેબદુનિયા પર વાંચો