કચ્છી વર્કના વૉલપીસ પણ ખૂબ જ સુંદર છે. કચ્છી સ્ત્રીઓએ જ બનાવેલા પૅચવર્ક અને ઍપ્લિકના દરેક વૉલ-પીસમાં એક સ્ટોરી વર્ણવાય છે તેમ જ કેટલાકમાં તો ભગવાન કે જનાવરની છબીઓ પણ બનાવે છે. આવું વૉલ-પીસ બનાવતાં એક વ્યક્તિ આખો દિવસ સળંગ બેસીને કામ કરે તોય ૧૦-૧૫ દિવસ લાગે છે. કૉટન પર બાટિક પ્રિન્ટ તેમ જ બીજું રંગબેરંગી કાપડ વાપરીને બનાવેલા દરેક વૉલ-પીસ પર એના આર્ટિસ્ટનું નામ પણ લખવામાં આવ્યું છે.