World Rose Day 2021 Date, Theme: 22 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રોઝ ડે, કેંસરના દર્દીઓનુ દુ:ખ ઓછુ કરવાની કોશિશ

બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (00:51 IST)
World Rose Day 2021 Date, Theme, History: ફેબ્રુઆરીમાં આવનારા 'રોઝ ડે' વિશે  દરેક વ્યક્તિએ સાંભળ્યું હશે, પરંતુ શું તે સપ્ટેમ્બરમાં પણ હોય છે, તો તમારો જવાબ ના હશે કારણ કે આપણામાંના ઘણા લોકોને ખબર જ નથી કે આ મહિને   22 સપ્ટેમ્બરે પણ વર્લ્ડ રોઝ ડે છે. (World Rose Day) ઉજવાય છે અને આ કેંસર પીડિત દરદીઓ (Cancer Patients)ને સમર્પિત છે, તેમને ગુલાબ આપીને તેમને ખુશ રાખવાનો આ એક નાનકડો પ્રયાસ છે, જેના દ્વારા આપણે તેમનું દુ:ખ થોડું હળવું કરી શકીએ.
 
જ્યાં વિશ્વ ગુલાબ દિવસ (World Rose Day ) 22 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ત્યા વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ 2021 “I Am And I Will” હતી. 
 
'વર્લ્ડ રોઝ ડે' નો ઇતિહાસ (History of World Rose Day) પર એક નજર-
કેનેડાના મેલિન્ડા રોઝની યાદમાં દર વર્ષે 22 સપ્ટેમ્બરે રોઝ ડે(Rose Day) ઉજવવામાં આવે છે.  ઉલ્લેખનીય છે કે મેલિન્ડા રોઝને બ્લડ કેન્સર થયું હતું, સારવાર બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે મેલિન્ડા રોઝ એક અઠવાડિયાથી વધુ જીવી શકશે નહીં, પરંતુ તે પોતાની હિંમત અને ઈચ્છાને કારણે લગભગ 6 મહિના સુધી જીવતી રહી, ખાસ વાત એ છે કે મેલિન્ડા રોઝે આ 6 મહિનામાં ક્યારેય કેન્સરને હરાવવાની આશા છોડી નથી. 
 
આ ખાસ દિવસે 'કેન્સર દર્દી' ને ગુલાબ (Rose)આપવામાં આવે છે. 
આ એક એવો દિવસ છે જે કેન્સર સામે લડતા લોકોમાં આશા અને ઉત્સાહ ફેલાવવા માટે સમર્પિત છે, કારણ કે લગભગ તમામ કેન્સરની સારવારમાં શારીરિક રૂપથી ખૂબ કષ્ટ હોય છે, આવી સ્થિતિમાં  કેન્સરના દર્દીઓને ખુશ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસની ઉજવવાનો ઉદ્દેશ્ય કેન્સર સામે લડતા લોકોને જીવવા માટે પ્રેરણા આપવી અને તેમના જીવનમાં ખુશીઓ લાવવાનો છે, આ દિવસ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે. 'વર્લ્ડ રોઝ ડે' ના દિવસે કેન્સરના દર્દીને કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડવાની શક્તિ આપવા માટે ગુલાબ આપવામાં આવે છે.
 
ગુલાબનુ ફૂલ આપીને આ સંદેશ આપવામાં આવે છે કે જીવન હજી ખતમ થયું નથી, ફુલ આપીને એ બતાવાય છે કે કૈસરના વિરુદ્ધ આ લડાઈમાં તેઓ એકલા નથી. કારણ કે લોકો કેંસર જેવી બીમારીનુ નામ સાંભળીને ગભરાય જાય છે. આ એ લોકોની અંદર હિંમત જગાવવાનો એક પ્રયાસ છે જેના માટે 'વિશ્વ રોઝ ડે' ઉજવવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર