આદિવાસી મહિલાએ પોતાની નગ્ન તસ્વીરો વાયરલ કરવા બદલ CM યોગી પર કર્યો કેસ

બુધવાર, 21 જૂન 2017 (12:17 IST)
એક આદિવાસી મહિલાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અસમ લોકસભા સાંસદ રામ પ્રસાદ સરમા પર 10 વર્ષ પહેલા એક પ્રદર્શન દરમિયાન લેવાયેલ પોતાની નગ્ન તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ લગાવતા અહી એક કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 
 
માહિતી મુજબ લક્ષ્મી ઓરંગે ભારતીય દંડ સંહિતા અને સૂચના પ્રૌદ્યોગિકી અધિનિયમની વિવિચ ધારાઓ હેઠળ સબ ડિવીજિનલ ન્યાયિક મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવી. તેમણે આદિત્યનાથ વિરુદ્ધ નોંધાવેલ મામલામાં આરોપ લગાવ્યો કે 24 નવેમ્બર 2007ના રોજ ગુવાહાટી બેલટોલામાં અખિલ અસમ આદિવાસી વિદ્યાર્થી સંઘના આંદોલન દરમિયાન બ્લર કર્યા વગર લેવામાં આવેલી નગ્ન તસ્વીરોને આદિત્યનાથે 13 જૂનના રોજ પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરી. 
 
મહિલાએ સરમા વિરુદ્ધ કથિત રૂપે તસ્વીરને પોતાના સોશિયલ મીડિયા પેજ પર સાર્વજનિક કરવાને લઈને પણ મામલો નોંધાવ્યો. ઉલ્લેખનીય છે કે એ પહેલા પણ સીએમ યોગી વિરુદ્ધ અનેક મામલા નોંધાયા છે. 
 

વેબદુનિયા પર વાંચો