જેલમાં મીણબત્તી બનાવશે શશિકલા, 50 રૂપિયા મજુરી મળશે, કોઈ રજા નહી

ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (10:29 IST)
શશિકલાએ આજે ભારે હંગામા વચ્ચે બેંગલુરૂની પરાપન્ના જેલમાં આત્મસમર્પણ કરી દીધુ. કોર્ટની કાયદાકીય કાર્યવાહી પૂરી કર્યા પછી તેણે જેલ મોકલવામાં આવી. જેલમાં શશિકલાને કૈદી નંબર 9435ના રૂપમાં ઓળખવામાં આવશે.  જ્યારે કે તેની સાથે જેલ ગયેલ ઈલાવારસી કેદી નંબર 9436 હશે. 
 
આ પહેલા શશિકલા જ્યારે સરેંડર કરવા પહોંચી તો સુરક્ષાના કારણોસર કોર્ટ બેંગલુરૂની સેંટ્રલ જેલની અંદર જ લગાવવામાં આવી. શશિકલા ત્યા પહોંચતા જજે સુપ્રીમ કોર્ટના નિર્ણયના ઑપરેટિવ પોર્શનને વધાર્યુ. શશિકલાએ કોર્ટને જણાવ્યુ કે તેને તેમની સંરક્ષક  જયલલિતાની બરાક(કેદીઓને બંધ કરાતી ઓરડી)ના નિકટની જ બરાક આપવામાં આવે. 
 
જ્યારે શશિકલા જેલ પહોંચી તો ત્યા અનિયંત્રિત ભીડ હતી. ભીડને હટાવવા અને નિયંત્રિત કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો. શશિકલાના જેલ પહોંચતા સમયે ત્યા તેમના પતિ નટરાજન અને અન્ય સહયોગી પણ હાજર હતા. શશિકલાને આવકથી વધુ સંપત્તિના મામલે સુપ્રીમ કોર્ટ તરફથી ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી છે. 
 
 
આ પહેલા શશિકલા જયલલિતાને સમાધિ પર પહોંચી અને પ્રાર્થના કરી. શ્રદ્ધાંજલિ આપતા સમાધિ પર ફૂલ ચઢાવ્યા અને માથુ ટેકીને શપથ પણ લીધી.  જયલલિતાની સમાધિ પછી શશિકલા એમજીઆર મેમોરિયલ પહોંચી અને ત્યા ધ્યાન લગાવી બેસ્યા. 
 
કોઈ વીઆઈપી ટ્રીટમેંટ નહી 
 
ઉલ્લેખનીય છે કે જેલમાં શશિકલાને કોઈ વીઆઈપી ટ્રીટમેંટ નહી મળે. તેમને કોઈ અલગ સેલ પણ નહી આપવામાં આવે. જેલમાં તે બે અન્ય મહિલાઓ સાથે એક સામાન્ય ઓરડીમાં રહેશે.  શશિકલાનો બરાક નંબર 2 છે. તેમને પહેરવા માટે 3 સાડીઓ આપવામાં આવી છે. 
 
એક દિવસની મજૂરી 50 રૂપિયા 
 
આવકથી વધુ સંપત્તિ બનાવનારી શશિકલાને હવે જેલમાં કઠિન શ્રમ કરવો પડશે. એવુ કહેવાય રહ્યુ છે કે જેલ પ્રશાસન તેમને મીણબત્તી અને અગરબત્તી બનાવવાનુ કામ આપી શકે છે. જેલમાં તેની એક દિવસની કમાણી માત્ર 50 રૂપિયા.  ખાસ વાત એ છે કે તેમને રવિવારે પણ કોઈ રજા નહી મળે. 
 
જેલની બહાર તોડફોડ 
 
પોલીસ મુજબ આ દરમિયાન શશિકલાના સમર્થકોએ સેટ્રલ જેલ પાસે ખૂબ હંગામો કર્યો. હંગામામાં શશિકલાના કાફલાની ચાર કાર ક્ષતિગ્રસ્ત પણ થઈ. 

વેબદુનિયા પર વાંચો