ભોજનમાં પીરિયડસનુ લોહી ભેળવીને આપે છે પત્ની, પતિએ પોલીસમાં કરી ફરિયાદ

શનિવાર, 2 જાન્યુઆરી 2021 (13:27 IST)
પતિ પત્ની અને કપલના અનેક એવા મામલા સામે આવે છે જ્યારે તે બંને પોલીસ પાસે પહોંચી જાય છે. અનેકવાર પતિ આરોપ પોતાની પત્ની પર લગાવે છે તો અનેકવાર પત્ની પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચે છે. પણ તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદથી એક ખૂબ હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. જ્યા એક પતિએ પોતાની પત્ની પર આરોપ લગાવ્યો છે કે તે ખાવામાં પીરિયડ્સનુ લોહી મિક્સ કરીને આપે છે. પતિ તેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. 
 
ઉલ્લેખનીય છે કે આ મામલો ઉત્તર પ્રદેશના ગાજિયાબાદનો છે. એક પ્રાઈવેટ મીડિયાની ઓનલાઈન રિપોર્ટ મુજબ આ વ્યક્તિ તાજેતરમાં જ જમ્યા પછી બીમાર પડ્યો તો તેને મેડિકલ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટમાં આ વાતની ચોખવટ થઈ કે સંક્રમણને કારણે તેનુ શરીર ફુલી ગયુ છે. ત્યારબાદ પોતાની પત્ની પર આરોપ લગાવ્યો કે તે ભોજનમાં પીરિયડ્સનુ લોહી મિક્સ કરીને તેને આપે છે. 
 
 
રિપોર્ટ મુજબ આ મામલો જૂનો છે. પણ હવે પતિના આરોપોની તપાસ માટે ચાર સભ્યોની મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. આ બોર્ડની રિપોર્ટ ગાજિયાબાદ પોલીસને સોંપવામાં આવશે.  પતિએ આ ફરિયાદ ગયા વર્ષે જૂનમાં કવિ નગર પોલીસમાં નોંધાવી છે. એ સમયે પોલીસ ઓફિસરોએ જીલ્લા ચિકિત્સા અધિકારીને ચિઠ્ઠી લખીને આ મામલામાંરિપોર્ટ માંગી હતી.
 
એવુ બતાવાય રહ્યુ છે કે પતિની ફરિયાદ પછી કવિ નગર પોલીસ સ્ટેશનમાં તેની પત્ની અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ આઈપીસીની ધારા 328 અને 120બી એટલે કે અપરાધિક ષડયંત્ર હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે બંનેના લગ્ન 2015માં થયા હતા અને બંનેનો એક પુત્ર પણ છે. પણ લગ્ન પછીથી જ બંને એકબીજા સાથે લડતા રહે છે. 
 
રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે પતિએ પોતાની ફરિયાદમાં એ પણ જણાવ્યુ છે કે પત્ની સાસુ સસરાથી જુદી રહેવાની જીદ કરતી હતી. એટલુ જ નહી પતિનો આરોપ છે કે પત્ની તેમના પર જાદૂ ટોના પણ કરતી રહેતી હતી. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર