Air India Disinvestment: મોદી સરકારે જુલાઈ 2017 માં એર ઈન્ડિયાને વેચવાનો નિર્ણય કર્યો અને ત્યારથી પ્રયાસો ચાલુ છે. ચાર વર્ષના પ્રયત્નો બાદ આજે એર ઇન્ડિયાને નવો માલિક મળ્યો. એર ઇન્ડિયાને લઈને સૌથી મોટી બોલી કોણે લગાવી છે, જેને લઈને DIPAM ના સચિવ તુહિનકાંત પાંડે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવે પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી કે  ટાટા સન્સે એર ઇન્ડિયા માટે સૌથી મોટી બોલી લગાવી છે.
 
									
				
	એયર ઇન્ડિયા માટે ટાટા સન્સે 18000 કરોડની બોલી લગાવી હતી. માનવામાં આવે છે કે આ ટ્રાંજેક્શન ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે. એર ઇન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમ (AISAM) પેનલે એર ઇન્ડિયાની નાણાકીય બિડ પર નિર્ણય કર્યો છે. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણા મહત્વના પ્રધાનો અને અધિકારીઓ સામેલ છે.
 
									
				
	 
	સાપ્તાહિક 2738 ઈંટરનેશનલ  સ્લોટ્સ
	 
	એર ઇન્ડિયામાં ઘણી ખામીઓ છે, પરંતુ તેનું સંચાલન ઉત્તમ છે. તેમાં એક સપ્તાહમાં 4486 સ્થાનિક સ્લોટ્સ અને દર અઠવાડિયે 2738 આંતરરાષ્ટ્રીય સ્લોટ છે. આંતરરાષ્ટ્રીય સ્લોટમાં 358 પશ્ચિમ એશિયન દેશો (અબુ ધાબી, દુબઈ, તેલ અવીવ જેવા દેશો) માટે છે. 72 સાપ્તાહિક સ્લોટ્સ યુએસ, કેનેડા અને ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન અને ટોરોન્ટો જેવા શહેરો માટે છે. ઇંગ્લેન્ડના હીથ્રો, લંડનના સ્ટેન્સ્ટેડ અને બર્મિંગહામ માટે 74 સાપ્તાહિક સ્લોટ્સ છે.
 
									
				
	 
	એર ઇન્ડિયાને  સરકાર કેમ વેચી રહી છે?
	 
	સંસદમાં એક સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20 માટે કામચલાઉ આંકડા મુજબ એર ઇન્ડિયા પર કુલ 38,366.39 કરોડનું દેવું છે. એરલાઇન દ્વારા એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)માં રૂ. 22,064 કરોડ ટ્રાન્સફર કર્યા પછીની આ રકમ છે. સરકારે સંસદને કહ્યું હતું કે જો એર ઇન્ડિયા વેચાય નહીં તો તેને બંધ કરવાનો એકમાત્ર ઉપાય છે. 
 
									
				
	 
	એર ઇન્ડિયા પાસે કેટલી મિલકતો છે?
	31 માર્ચ 2020 સુધીમાં એર ઇન્ડિયાની કુલ સ્થિર સંપત્તિ આશરે 45,863.27 કરોડ રૂપિયા છે. જેમાં એર ઇન્ડિયાની જમીન, ઇમારતો, વિમાનનો કાફલો અને એન્જિનનો સમાવેશ થાય છે.
 
									
				
	 
	એર ઇન્ડિયાના કર્મચારીઓનું શું થશે?
	સરકારે સંસદમાં કહ્યું હતું કે માર્ગદર્શનના આધારે એર ઇન્ડિયાના કર્મચારીઓના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. સાથે જ તેમને પણ સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવશે.