જાણો.. જમ્મુ કાશ્મીરમાં BJP-PDP ગઠબંધન તૂટ્યા પછી શુ છે તાજુ સમીકરણ

મંગળવાર, 19 જૂન 2018 (16:06 IST)
જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા) અને પીડીપી વચ્ચે ગઠબંધન તૂટી ગયુ છે. ભાજપા મહાસચિવ અને જમ્મુ કાશ્મીરના પ્રભારી રામ માધવે આ જાહેરાત કરી. ગઠબંધન તૂટવાની સાથે જ ભાજપાએ રાજ્યમાં ગવર્નર શાસન લગાવવાનો અનુરોધ કર્યો છે.  બીજી બાજુ મહેબૂબા મુફ્તીએ મુખ્યમંતેરે પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. આવામાં જમ્મુ અને કાશ્મીરમાં રાજનીતિક સંકટ ઉભુ થયુ છે. 
 
જમ્મુ કાશ્મીર વિધાનસભામાં સીટોની સ્થિતિ 
 
વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર નાખીએ રાજ્યની કુલ 87 સીટોવાળી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભાજપા પાસે 25 સીટ અને પીડીપી પાસે 28 સીટ છે. નેશનલ કૉન્ફ્રસને 15 અને કોંગ્રેસને 12 સીટો મળી હતી.  આ ઉપરાંત અન્ય દળોને 7 સીટો મળી હતી. 
 
જાણો - હવે શુ થઈ શકે છે 
 
ચૂંટણીમાં હાલ લગભગ 3 વર્ષનો સમય બાકી છે. આવામાં જો ગઠબંધન સરકાર બનાવવાની ફરીથી કોશિશ કરવામાં આવે તો પીડીપીને કોંગ્રેસ ઉપરાંત અન્યની પણ જરૂર પડશે.  જેથી બહુમત 44નો આંકડો મેળવી શકાય. આવામાં સમીકરણ 28+12+7=47નું રહેશે. બીજી બાજુ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કોઈપણ પ્રકારના ગઠબંધનથી ઈનકાર કર્યો. 
 
આ ઉપરાંત જો પીડીપી અને કોંગ્રેસ વચ્ચે તાલમેલ નથી બેસતુ તો મહેબૂબા મુફ્તી પાસે બીજો વિકલ્પ રાજયની  મુખ્ય વિપક્ષી પાર્ટી નેશનલ કૉંફ્રેંસ સાથે હાથ મિલાવવાનો બચે છે.  આવામાં 44ના આંકડા માટે સમીકરણ  28+15+7 રહેશે. ખાસ વાત તો એ છે કે ઉપરોક્ટ બંને જ સ્થિતિઓમાં પીડીપીને અન્યના સમર્થનની જરૂર પડશે. 
 
બીજી બાજુ જો આવુ ન થયુ તો ફરી રાષ્ટ્રપતિ શાસન લાગૂ થશે. તેને આગળ પણ વધારી શકાય છે. ત્યારબાદ ચૂંટણીમાં જવાનો જ વિકલ્પ બચે છે. 
 
એક પ્રેસ કૉન્ફ્રેંસમાં તેમને ગઠબંધન તૂટવાના મુખ્ય કારણ બતાવ્યા 
- ભાજપા જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં શાંતિપૂર્ણ રીતે સરકાર ચલાવવાની કોશિશ કરતી રહી છ્ 
- પીડીપીથી જુદા થવાનો નિર્ણય દેશહિત અને રાષ્ટ્રહિતને લઈને કરવામાં આવ્યો છે. 
- જમ્મુ કાશ્મીરમા મીડિયાની આઝાદી હવે સંકટમાં આવી ગઈ છે. 
- ઘાટીમાં જે રીતે પત્રકાર શુજાત બુખારીની હત્યા કરવામાં આવી તે નિંદનીય છે. 
- છેલ્લા ત્રણ વર્ષમાં ઘાટીની પરિસ્થિતિ શાંતિ પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્યનો બધી રીતે સાથ આપ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર