રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને બિહાર વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે. દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. અયોધ્યામાં બનેલા રામ મંદિર સાથે તેમનો મોટો સંબંધ છે.