પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થતા થતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે પાંચ રાજ્યોના પરિણામો લગભગ જાહેર જ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી માટે ઉત્સાહિત અને આનંદિત કરનારો છે.. તેમને દાવો કર્યો કે પંજાબ છોડીને બાકી ચાર રાજ્યો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં બીજેપી જ સરકાર બનાવશે.
- આ ઐતિહાસિક જનાદેશ છે.
- રાજ્યોની જનતાએ કરારો જવાબ આપ્યો છે.
- આ જીત આવનારા દિવસોમાં જાતિવાદ, પરિવારવાદનો અંત કરશે.
- આ બીજેપીની ગરીબોન્મુખ નીતિયોની જીત છે..
- આ પ્રદર્શનની રાજનીતિની જીત છે..
- નોટબંધી અને જન-ધનથી બીજેપીને મદદ મળી..
- પંજાબની હારની વિનમ્રતાની સાથે સ્વીકાર કરે છે.
- જનતાએ (પ્રધાનમંત્રી નરેન્દ્ર) મોદીના કામની પ્રશંસા કરી છે...