ચમત્કાર વાયનાડ કાટમાળથી 4 દિવસ પછી જીવીત નિકળ્યા 4 લોકો અત્યારે સુધી 308ની મોત

શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (13:49 IST)
Wayanad Landslide: કેરળના વાયનાડમાં 30 જુલાઈએ સવારે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 308 પર પહોંચી ગયો છે. દુર્ઘટનાને ચાર દિવસ વીતી ગયા છે પરંતુ હજુ પણ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને લાપતા લોકોની શોધ ચાલી રહી છે.
 
બચાવ અભિયાન ચલાવી રહેલી સેનાએ આજે ​​કાટમાળમાંથી 4 લોકોને જીવતા શોધી કાઢ્યા છે. જેમાં 2 મહિલા અને 2 પુરૂષો છે. મળતી માહિતી મુજબ, આ લોકોને વાયનાડના પડવેટ્ટી કુન્નુ વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
 
સેના તરફથી મળેલી માહિતી મુજબ ચારેયને બચાવવા માટે ખૂબ કાળજી લેવામાં આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સેનાના એડવાન્સ હેલિકોપ્ટર પણ સ્થળ પર હાજર હતા. બચાવી લેવામાં આવેલી એક મહિલાના પગમાં ઈજા થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર