JNUમાં હિંસા : દિલ્હીના વિશ્વવિદ્યાલયમાં એબીવીપી-વામપંથી વિદ્યાર્થેઓ વચ્ચે ઝડપ, ડઝનો લોકો ઘાયલ, FIR નોંધાઈ

સોમવાર, 15 નવેમ્બર 2021 (13:54 IST)
જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય (જેએનયૂ) એકવાર ફરી ચર્ચામાં છે. જેને કારણે અહી વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ. એવુ કહેવાય રહ્યુ છે કે જેએનયૂમાં કાલે મોડી રાત્રે હિંસક ઝડપ થઈ, જેમા ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) તરફથી કહેવામાં આવ્યુ છે કે ઝડપ જુદી જુદી વિચારધારાવાળા વિદ્યાર્થીઓની વચ્ચે થઈ. હિન્દુવાદી વિચારધારાના વિદ્યાર્થીઓના આરોપ છે કે તેમના અનેક મિત્રો પર વામપંથી વિદ્યાર્થીઓએ હુમલો કર્યો અને તેમને માર માર્યો. 
 
વામપંથી વિચારધારા (લેફ્ટ વિંગ)ના વિદ્યાર્થીઓના પણ ઘાયલ થવાની તસ્વીરો સામે આવી છે. તેમનો આરોપ છે કે મારપીટ એબીવીપીના સભ્યોએ કરી. 
 
વિશ્વ વિદ્યાલય તરફથી મળતી માહિતી મુજબ જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય (જેએનયૂ)માં ગઈકાલે રાત્રે આઈસા અને એસએફઆઈ જેવા અનેક વામ-ગઠબંધનના વિદ્યાર્હ્તીઓને એબીવીપી અને અન્ય હિન્દુવાદી વિદ્યાર્થીઓ સાથે ઝગડો થયો. ત્યા વિવિધ રાજનીતિક વિચારધારાઓના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ ઝડપમાં અનેક ડઝન વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયા. 
 
એબીવીપીના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેના કેટલાક સભ્ય જેએનયૂમાં વિદ્યાર્થી ગતિવિધિ કક્ષની અંદર એક બેઠક કરી રહ્યા હતા. ત્યારે કેટલાક વામપંથી વિદ્યાર્થી તેમની બેઠકને અવરોધિત કરવા માટે અહી પહોંચ્યા. જેવા જ વિદ્યાર્થીઓએ તેમની બેઠકનો વિરોધ કર્યો બંને વચ્ચે વિવાદ થઈ ગયો.  જેમા મહિલા સભ્યનો પણ સમાવેશ છે. વિદ્યાર્થી સંગઠને કહ્યુ કે જે સભ્યોને ગંભીર રીતે ઘવાયા છે તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર