ઉપહાર સિનેમા અગ્નિકાંડ - ગોપાલ અંસલને 1 વર્ષની સજા, સુશીલને રાહત

ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (13:05 IST)
દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી પર સુનાવણી કરતા ગોપાલ અંસલને 1 વર્ષની સજા સંભલાવી છે. કોર્ટે ગોપાલ અંસલને સરેંડર કરવાનુ પણ કહ્યુ છે. કોર્ટે ગોપાલ અંસલને જેલની બાકી સજા પૂરી કરવા માટે ચાર અઠવાડિયામાં સરેંડર કરવાનુ કહ્યુ છે. આ મામલે ગોપાલ અંસલ ચાર મહિનનઈ સજા પહેલા જ કાપી ચુક્યા છે. તો બીજી બાજુ આ મામલે સુપ્રીમ કોર્ટે સુશીલ અંસલની સજા વધારવાની ના પાડી દીધી છે. કોર્ટે 2/1ના બહુમતથી નિર્ણય સંભળાવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2015માં સુપ્રીમ કોર્ટે આ મામલામાં ગોપાલ અને સુશીલ અંસલને ત્રણ મહિનાની અંદર 30-30 કરોડ રૂપિયાનો દંડ ચુકવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચે વયના આધાર પર કહ્યુ હતુ કે દંડ ન આપવાની સ્થિતિમાં 2 વર્ષની જેલની સજા આપવામાં આવશે. સુશીલ અંસલ પાંચ મહિના જ્યારે કે ગોપાલ અંસલ ચાર મહિનાની સજા કાપી ચુક્યા છે. આ પહેલા બે જજની બેંચે જુદા જુદા નિર્ણય સંભળાવ્યા જેને કારણે મામલાને ત્રણ જજની બેચમાં મોકલવામાં આવ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે 13 જૂન 1997 ના રોજ  હિન્દી ફિલ્મ બોર્ડરના પ્રદર્શન દરમિયાન દિલ્હીના ઉપહાર સિનેમા હોલમાં આગ લાગી ગઈ હતી જેમા 23 બાળકો સહિત 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

વેબદુનિયા પર વાંચો